ગ્રૂપ એડમિન સાથે સંપર્ક કેવી રીતે તોડવો
અત્યારે, ગ્રૂપ સાથે સંપર્ક તોડવાની સુવિધા ઉપલબ્ધ નથી. જોકે, તમે ગ્રૂપમાંથી બહાર નીકળી શકો અને ગ્રૂપ એડમિન સાથે સંપર્ક તોડી શકો.
તમે Android, iPhone અને KaiOS પર ગ્રૂપનાં પ્રાઇવસી સેટિંગ બદલીને તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે નક્કી કરી શકો છો.
તમારા ફોનની એડ્રેસ બુકમાં જેનો નંબર સાચવેલો ન હોય એવા એડમિન સાથે સંપર્ક તોડવા માટે
- જે ગ્રૂપના એડમિન સાથે સંપર્ક તોડવો હોય તેે ગ્રૂપની WhatsApp ચેટ ખોલીને ગ્રૂપના નામ પર દબાવો અથવા ક્લિક કરો.
- તમે જે એડમિન સાથે સંપર્ક તોડવા માંગો છો એના ફોન નંબર પર દબાવો કે ક્લિક કરો.
- જો પૂછવામાં આવે, તો {phone number}ને મેસેજ કરો અથવા મેસેજ મોકલો પર દબાવો અથવા ક્લિક કરો.
- એડમિન સાથેની ખાલી ચેટ ખૂલશેે. ઉપર દેખાતા ફોન નંબર પર દબાવો કે ક્લિક કરો.
- સંપર્ક તોડો > સંપર્ક તોડો પર દબાવો અથવા ક્લિક કરો.
તમારા ફોનની એડ્રેસ બુકમાં જેનો નંબર સાચવેલો હોય એવા એડમિન સાથે સંપર્ક તોડવા માટે
Android
- WhatsApp પર જાઓ > વધુ વિકલ્પો
> સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર પર દબાવો. પર દબાવો.- સંપર્કોના લિસ્ટમાંથી એડમિનના નામ પર દબાવો.
iPhone
- WhatsAppમાં > સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સંપર્ક તોડેલા નંબર પર જાઓ.
- નવો ઉમેરો... પર દબાવો.
- સંપર્કોના લિસ્ટમાંથી એડમિનના નામ પર દબાવો.
KaiOS
- WhatsApp ખોલો > વિકલ્પો > સેટિંગ > ઓકે પર દબાવો.
- એકાઉન્ટ > પ્રાઇવસી > ખોલો પસંદ કરો.
- સંપર્ક તોડેલા > નવો ઉમેરો... પસંદ કરો.
- સંપર્કના લિસ્ટમાંથી એડમિનનું નામ પસંદ કરો
- સંપર્ક તોડો પર દબાવો.
વેબ અને ડેસ્કટોપ
- WhatsAppમાં તમારા ચેટના લિસ્ટની ઉપર મેનૂ (
અથવા ) પર ક્લિક કરો. - સેટિંગ > સંપર્ક તોડેલા પર ક્લિક કરો.
- સંપર્ક તોડેલા નંબર પર ક્લિક કરો.
- એડમિન શોધો અને તેમના નામ પર ક્લિક કરો.
સંબંધિત લેખો:
- ગ્રૂપનાં પ્રાઇવસી સેટિંગ કેવી રીતે બદલવાં
- Android | iPhone | KaiOS પર કોઈની સાથે સંપર્ક તોડવા અને સંપર્ક જોડવા વિશે