તમારી મનપસંદ/સંપર્ક સૂચિ શોધવી
WhatsApp તમારા ફોનની સરનામા પુસ્તિકા સુધી પહોંચી ઝડપ અને સરળતાથી ઓળખી લે છે કે તમારા કયા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરે છે.
તમારા મનપસંદ/સંપર્કો શોધવા માટે વાતો ટેબ પર જઈને નવી વાત ચિહ્ન પર ટેપ કરો.
જો તમે તમારા સંપર્કો જોઈ ના શકો તો:
- ખાતરી કરો કે તમારા સંપર્કો WhatsAppનો ઉપયોગ કરતા હોય.
- ખાતરી કરો કે તમે તમારા સંપર્કોના ફોન નંબરો તમારા ફોનની સરનામા પુસ્તિકામાં સાચવ્યા હોય. જો તે વિદેશી ફોન નંબરનો ઉપયોગ કરતા હોય તો સંપૂર્ણ આંતર્રાષ્ટ્રીય શૈલીનો ઉપયોગ કરો.