તમારા ફોનના ઍપ્લિકેશન સ્ટોર પરથી તમે સરળતાથી WhatsApp અપડેટ કરી શકો છો. કૃપા કરી નોંધ લો કે જો તમને મળેલો મેસેજ તમારા WhatsAppના વર્ઝન પર સપોર્ટ નહિ કરતો હોય, તો તમારે WhatsApp અપડેટ કરવું પડશે. અમે તમને હંમેશાં WhatsAppનું નવું વર્ઝન વાપરવા માટે ઉત્તેજન આપીએ છીએ. નવાં વર્ઝન એકદમ નવી સુવિધાઓ અને ખામી સુધારણા સાથે હોય છે.
Google Play સ્ટોર પર જાઓ અને WhatsApp માટે શોધો. WhatsApp Messengerની બાજુમાં અપડેટ કરો પર દબાવો.
App Store પર જાઓ અને WhatsApp માટે શોધો. WhatsApp Messengerની બાજુમાં અપડેટ પર દબાવો.
ઍપના મેનૂ પર JioStore કે સ્ટોર પર દબાવો. સોશિયલ પસંદ કરવા માટે બાજુમાં જતા જાઓ, પછી WhatsApp પસંદ કરો. ઠીક છે પર દબાવો અથવા અપડેટ કરોપસંદ કરો.