Android પર: ડિવાઇસને લિંક કરો પર દબાવો. જો તમારા ડિવાઇસમાં બાયોમેટ્રિક પ્રમાણીકરણ હોય, તો સ્ક્રીન પર રહેલી સૂચના પ્રમાણે કરો.
iPhone પર: ડિવાઇસને લિંક કરો > ઓકે પર દબાવો. iOS 14 અને એના પછીના વર્ઝન પર, લૉક ખોલવા માટે Touch ID અથવા Face ID વાપરો.
આ ડિવાઇસ પર લોગ ઇન થયેલા રહેવા માટે તમારા કમ્પ્યૂટર અથવા Portal પર રહેલી QR સ્ક્રીન પર મને સાઇન ઇન રાખોની પાસે આવેલા ચેકબોક્સમાં ટિક કરો.
તમારા કમ્પ્યૂટર અથવા Portal પર QR કોડને સ્કેન કરવા માટે તમારો ફોન વાપરો.
જો પૂછવામાં આવે, તો થઈ ગયું પર દબાવો અથવા પસંદ કરો.
નોંધ: તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા તેના પર સ્ટોર કરવામાં આવેલા બાયોમેટ્રિક્સ વાપરીને પ્રમાણીકરણ કરવામાં આવે છે. WhatsApp, તમારા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સ્ટોર કરવામાં આવતી બાયોમેટ્રિકની માહિતીમાં પ્રવેશ કરી શકતું નથી.
લોગ આઉટ કરવા માટે
તમે તમારા ફોન, કમ્પ્યૂટર કે Portal ડિવાઇસ પરથી WhatsApp વેબ અથવા WhatsApp ડેસ્કટોપમાંથી લોગ આઉટ કરી શકો છો.
તમારા કમ્પ્યૂટર કે Portal પરથી લોગ આઉટ કરવા માટે
WhatsApp વેબ અથવા WhatsApp ડેસ્કટોપ ખોલો.
તમારા ચેટના લિસ્ટની ઉપર મેનૂ ( અથવા ) > લોગ આઉટ કરો પર ક્લિક કરો.