WhatsApp Messenger પરથી WhatsApp Business પર એકાઉન્ટ ખસેડવા વિશે
WhatsApp Business વિના મૂલ્યે ડાઉનલોડ કરી શકાય તેવી ઍપ છે જેને નાના બિઝનેસ માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. બિઝનેસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી સુવિધાઓ જેવી કે બિઝનેસ પ્રોફાઇલ અને આપમેળે થતા મેસેજ, ગ્રાહકો સાથે જોડાવાનું અને બિઝનેસનું પ્રમોશન સરળ બનાવે છે. વધુમાં, વાપરતી વખતે તમને એ WhatsApp Messenger જેવું જ લાગશે.
હાલમાં WhatsApp Messenger વાપરતા બિઝનેસ, માત્ર થોડાં પગલાં ભરીને WhatsApp Business વાપરવાનું ચાલુ કરી શકે છે. WhatsApp Business પર તમારા નંબરની ખાતરી થઈ ગયા પછી, તમે તમારાં બધાં મીડિયા (જેમ કે, મનપસંદ સ્ટિકર, વોલપેપર), ચેટની પસંદગીઓ (જેમ કે, મ્યૂટ કરેલી ચેટ, ચેટની રિંગટોન) અને જૂની ચેટને સરળતાથી WhatsApp Messenger પરથી WhatsApp Business પર ખસેડી શકો છો.
નોંધ: WhatsApp Business પરથી WhatsApp Messenger પર બધી માહિતી પાછી લઈ જવાની સુવિધા અત્યારે ઉપલબ્ધ નથી. જો તમે WhatsApp Messenger પર પાછા જવાનું પસંદ કરો, તો તમે WhatsApp Business વાપર્યું હતું તે દરમિયાનની ચેટ અને મીડિયાની સાથેસાથે બિઝનેસની સુવિધા પણ ગુમાવી દેશો.
સંબંધિત લેખો:
- Android | iPhone પર WhatsApp Messenger પરથી WhatsApp Business પર કેવી રીતે સ્વિચ થવું
- WhatsApp Business ઍપ વિશે