પ્રાઇવસી સેટિંગ તમને ‘છેલ્લે જોયું’, ‘પ્રોફાઇલ ફોટો’, ‘તમારા વિશે’, ‘સ્ટેટસ’, કે ‘વંચાયાની ખાતરી’ને છુપાવવાની સગવડ આપે છે. કોઈએ સેટ કરેલાં પ્રાઇવસી સેટિંગ અનુસાર તમે તેમની માહિતીને કદાચ ના પણ જોઈ શકો.
જો તમે કોઈ બીજાનું ‘છેલ્લે જોયું’, ‘પ્રોફાઇલ ફોટો’, ‘તમારા વિશે’, ‘સ્ટેટસ’, કે ‘વંચાયાની ખાતરી’ને જોઈ શકતા ન હો, તો એવું આમાંથી કોઈ કારણે હોઈ શકે:
- તમારા સંપર્કે તેનાં પ્રાઇવસી સેટિંગ કોઈ નહિ પર બદલ્યાં હોય.
- તમે તમારાં છેલ્લે જોયું માટેનાં પ્રાઇવસી સેટિંગ કોઈ નહિ પર બદલ્યાં હોય.
- તમારા સંપર્કે તેના પ્રાઇવસી સેટિંગ મારા સંપર્કો પર રાખ્યાં હોય અને તમે તેમની એડ્રેસ બુકમાં તેના સંપર્ક તરીકે સેવ ન હોય.
- તમારી સાથે સંપર્ક તોડવામાં આવ્યો હોય.
- કનેક્શનમાં કોઈ સમસ્યા હોય.
- તમારા સંપર્કે હજુ પ્રોફાઇલ ફોટો સેટ કર્યો ન હોય.