WhatsApp પર Facebook શૉપ કેવી રીતે જોવી
નોંધ: બની શકે કે આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ ન હોય.
WhatsApp એ બિઝનેસને પોતાનાં WhatsApp Business એકાઉન્ટ Facebook શૉપ સાથે લિંક કરવા દે છે, જેનાથી ગ્રાહકોને WhatsApp છોડ્યા વિના શૉપમાં મળતી પ્રોડક્ટ અને સેવાઓ શોધવાનું સરળ બને છે.
જે બિઝનેસનાં એકાઉન્ટ Facebook શૉપ સાથે લિંક હોય, ચેટમાં તેઓના નામની બાજુમાં શોપિંગ બેગનું આઇકન દેખાય છે.
WhatsAppમાં Facebook શૉપ આવી રીતે જુઓ
- જે બિઝનેસની શૉપ તમે જોવા માગતા હો તેની ચેટ ખોલો.
- તેમના નામની બાજુમાં આપેલા શોપિંગ બેગ આઇકન પર દબાવો.
- તેમની Facebook શૉપ WhatsApp પર ખુલવી જોઈએ. અહીંથી, ચોક્કસ વસ્તુઓ શોધવા માટે સર્ચ બારનો ઉપયોગ કરો અથવા બિઝનેસ દ્વારા ઓફર કરવામાં આવતી બધી પ્રોડક્ટ અને સેવાઓને જોવા માટે શૉપમાં સ્ક્રોલ કરો.