WhatsAppની ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા, તમારા ફોનની એડ્રેસ બુકમાં કોઈનો ફોન નંબર સેવ કર્યા વગર તેની સાથે વાત શરૂ કરવાની સગવડ આપે છે. જ્યાં સુધી તમે આ વ્યક્તિનો ફોન નંબર જાણતા હો અને તેમની પાસે એક્ટિવ WhatsApp એકાઉન્ટ હોય, ત્યાં સુધી તમે એક લિંક બનાવી શકો છો જે તમને તે વ્યક્તિ સાથે વાત શરૂ કરવાની પરવાનગી આપશે. આ લિંક પર ક્લિક કરવાથી, તે વ્યક્તિ સાથેની ચેટ આપમેળે ખૂલશે. ચેટ કરવા માટે ક્લિક કરો સુવિધા તમારા ફોન અને WhatsApp વેબ બન્ને પર ચાલે છે.
https://wa.me/<number>નો ઉપયોગ કરો કે જ્યાં <number> એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે. આંતરરાષ્ટ્રીય શૈલીમાં ફોન નંબર ઉમેરતી વખતે કોઈ પણ શૂન્ય, કૌંસ કે ડેશ લખશો નહિ.
દાખલા તરીકે:
ઉપયોગ કરો: https://wa.me/1XXXXXXXXXX
આનો ઉપયોગ કરશો નહિ: https://wa.me/+001-(555)1234567
પહેલેથી ભરેલો મેસેજ ચેટ લખવાની જગ્યામાં આપમેળે દેખાશે. https://wa.me/whatsappphonenumber/?text=urlencodedtextનો ઉપયોગ કરો કે જ્યાં whatsappphonenumber એ આંતરરાષ્ટ્રીય શૈલીમાં આખો ફોન નંબર છે અને URL-encodedtext URL દ્વારા એન્કોડ કરેલો પહેલેથી ભરેલો મેસેજ છે.
દાખલા તરીકે: https://wa.me/15551234567?text=I'm%1XXXXXXXXXX%20interested%20in%20your%20car%20for
ફક્ત પહેલેથી ભરેલા મેસેજથી લિંક બનાવવા માટે, https://wa.me/?text=urlencodedtextનો ઉપયોગ કરો
દાખલા તરીકે: https://wa.me/?text=I'm%20inquiring%20about%20the%20apartment%20listing`
લિંક પર ક્લિક કર્યા પછી, તમે જેમને મેસેજ મોકલી શકો એવા સંપર્કોનું એક લિસ્ટ બતાવવામાં આવશે.
કેવી રીતે આંતરરાષ્ટ્રીય સંપર્કોના ફોન નંબરો ઉમેરવા