એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ કેવી રીતે ચાલુ અથવા બંધ કરવો
WhatsApp તમે મોકલો અને મેળવો છો તે બધા વ્યક્તિગત મેસેજ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પૂરું પાડે છે જેથી માત્ર તમે અને તમે જેની સાથે વાત કરી રહ્યા છો તે તેમને વાંચી કે સાંભળી શકે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ સાથે, તમે તમારા iCloud અને Google Drive બેકઅપમાં તે જ સ્તરની સુરક્ષા પણ ઉમેરી શકો છો.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ ચાલુ કરવા માટે
- સેટિંગ ખોલો.
- ચેટ > ચેટનો બેકઅપ > એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ પર દબાવો.
- ચાલુ કરો પર દબાવો, પછી પાસવર્ડ કે કી બનાવવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.
- બનાવો પર દબાવો અને WhatsApp તમારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ તૈયાર કરે તેની રાહ જુઓ. તમારે તમારા ફોનને ચાર્જિંગમાં રાખવાની જરૂર પડી શકે છે.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બંધ કરવા માટે
- સેટિંગ ખોલો.
- ચેટ > ચેટનો બેકઅપ > એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ પર દબાવો.
- બંધ કરો પર દબાવો.
- તમારો પાસવર્ડ લખો.
- બંધ કરો પર દબાવીને ખાતરી કરો કે તમે એન્ક્રિપ્ટેડ બેકઅપ બંધ કરવા માગો છો.
તમારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ સહિત, અમે તમારો ડેટા કેવી રીતે એકત્ર કરીએ છીએ અને તેના પર પ્રક્રિયા કરીએ છીએ તેની માહિતી મેળવવા માટે, WhatsAppની પ્રાઇવસી પોલિસી જુઓ.