બિઝનેસ સાથે ચેટ કરતી વખતે ખરીદી કેવી રીતે કરવી
ગ્રાહકો સાથે ચેટ કરતી વખતે કેટલાક બિઝનેસ પસંદિત વસ્તુઓ ધરાવતું લિસ્ટ તેમને શેર કરવાનું પસંદ કરે છે, જેથી તમે ઝડપથી અને સરળતાથી તે વસ્તુઓ શોધી શકો.
બિઝનેસ સાથે ચેટ કરતી વખતે આવી રીતે ખરીદી કરો
- WhatsApp ખોલો.
- ચેટ ટેબ પર જાઓ > બિઝનેસ સાથે ચેટ કરો પર દબાવો.
- તમે કઈ વસ્તુ શોધી રહ્યા છો તે બિઝનેસને જણાવવા માટે મેસેજ લખો. મોકલો
પર દબાવો. - જો બિઝનેસ આ લિસ્ટની સુવિધા વાપરે છે, તો તેઓ તેમના કેટલોગમાં 30 જેટલી પસંદિત વસ્તુઓ ધરાવતું તેમનું કેટલોગ શેર કરી શકશે કે જે તમારી વિનંતી સાથે મેળ ખાતું હોય.
- લિસ્ટ પર દબાવો. પછી, પ્રોડક્ટની વિગતો જોવા માટે પ્રોડક્ટ પર દબાવો. બિઝનેસને ચોક્કસ વિષય વિશે મેસેજ મોકલવા માટે બિઝનેસને મેસેજ કરો પર દબાવો.
- તમને કોઈ વસ્તુ મળે કે જેનો તમે ઓર્ડર કરવા માગો છો, ત્યારે કાર્ટમાં ઉમેરો પર દબાવો.
- નોંધ: એક જ વસ્તુનો એક કરતાં વધુ વાર ઓર્ડર કરવા માટે, તમારે તે વસ્તુ જેટલી જોઈતી હોય એટલી વાર કાર્ટમાં ઉમેરો પર દબાવો.
- જ્યારે તમે ઓર્ડર કરવા માટે તૈયાર હો, ત્યારે કાર્ટ જુઓ પર દબાવો.
- જો તમે તમારા કાર્ટ સાથે કોઈ નોંધ મોકલવા માગતા હો, તો મેસેજ ઉમેરો પર દબાવો. પછી, મોકલો
પર દબાવો.
એક વાર બિઝનેસ પાસે તમારો કાર્ટ ઓર્ડર આવી જાય, પછી તેઓ તમારા પેમેન્ટ વિકલ્પોની ચર્ચા કરશે.