'એક વાર જુઓ' સુવિધા વિશે જાણકારી
વધારાની પ્રાઇવસી માટે, તમે હવે એવા ફોટા અને વીડિયો મોકલી શકો છો કે જે મેસેજ મેળવનાર દ્વારા ખોલી લીધા પછી તમારી WhatsApp ચેટમાંથી ગાયબ થઈ જાય છે. 'એક વાર જુઓ' સુવિધા વાપરવા માટે, WhatsAppને તમારા ડિવાઇસના ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
- મેસેજ મેળવનારના ફોટા કે ગેલેરીમાં મીડિયા સેવ કરવામાં આવશે નહિ.
- તમે એક વાર જોઈ શકાય એવો ફોટો કે વીડિયો મોકલી દો તે પછી, તમે તેને ફરીથી જોઈ શકશો નહિ.
- 'એક વાર જુઓ' સુવિધા ચાલુ કરીને મોકલવામાં કે મેળવવામાં આવેલા ફોટા કે વીડિયોને તમે ફોરવર્ડ કે સેવ કરી શકશો નહિ. ઉપરાંત, તમે તે મેસેજ પર સ્ટાર પણ લગાવી શકશો નહિ.
- જો મેસેજ મેળવનારે વંચાયાની ખાતરી ચાલુ કરી હોય, તો જ તમે જોઈ શકશો કે તેઓએ એક વાર જોઈ શકાય એવો ફોટો કે વીડિયો ખોલ્યો છે કે નહિ.
- જો તમે ફોટા કે વીડિયોને મોકલાયાના 14 દિવસની અંદર ખોલતા નથી, તો તે ચેટમાંથી એક્સપાયર થઈ જશે.
- જ્યારે પણ તમારે એક વાર જોઈ શકાય એવો ફોટો કે વીડિયો મોકલવો હોય, ત્યારે દર વખતે તમારે 'એક વાર જુઓ' સુવિધા પસંદ કરવી પડશે.
- જો બેકઅપ લેતી વખતે મીડિયા ખોલ્યું ન હોય તો જ એક વાર જોઈ શકાય તેવા મીડિયાને બેકઅપમાંથી પાછું લાવી શકાશે. જો ફોટો કે વીડિયો પહેલાં જ ખોલી લેવામાં આવ્યો હોય, તો મીડિયાનો બેકઅપ નહિ લઈ શકાય અને તેને પાછું પણ નહિ મેળવી શકાય.
નોંધ:
- 'એક વાર જુઓ' સુવિધાનો ઉપયોગ કરીને માત્ર એવી વ્યક્તિઓને ફોટા કે વીડિયો મોકલો જેના પર તમને ભરોસો હોય. દાખલા તરીકે, કોઈના માટે:
- મીડિયા ગાયબ થઈ જાય તે પહેલાં તેનો સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ લેવું શક્ય છે. જો કોઈ સ્ક્રીનશોટ કે સ્ક્રીન રેકોર્ડિંગ લે, તો તમને જણાવવામાં આવશે નહિ.
- મીડિયા ગાયબ થાય એ પહેલાં કેમેરાથી અથવા બીજા કોઈ ડિવાઇસથી ફોટો કે વીડિયો લેવો શક્ય છે.
- સુરક્ષિત કરેલું મીડિયા તમે મોકલી દો એ પછી કેટલાંક અઠવાડિયાઓ સુધી WhatsAppના સર્વર પર સેવ રહી શકે છે.
- જો મેળવનાર એક વાર જોઈ શકાય એવા મીડિયાની જાણ કરવાનું પસંદ કરે, તો એ મીડિયા WhatsAppને મોકલવામાં આવશે. WhatsApp પર મેસેજની જાણ કરવા વિશેની વધુ માહિતી માટે આ લેખ વાંચો.
સંબંધિત લેખો:
Android | iPhone | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર એક વાર જોઈ શકાય એવું મીડિયા કેવી રીતે મોકલવું અને ખોલવું