WhatsApp ઇચ્છે છે કે તમારી સાથે કોણ વાતચીત કરે તેના પર તમારું નિયંત્રણ રહે. તેથી જ, જ્યાં સુધી તમે બિઝનેસ સાથેની ચેટમાં ભાગ લેવાનું પસંદ ન કરો ત્યાં સુધી બિઝનેસ તમારી જોડે વાતચીત નહિ કરી શકે.
જ્યારે બિઝનેસ તરફથી તમને પહેલી વાર મેસેજ આવે ત્યારે તમારી પાસે પસંદ કરવા માટે ત્રણ વિકલ્પો હશે.
- સંપર્ક તોડો પર દબાવીને તમે બિઝનેસને તમારા સંપર્ક તોડેલા નંબરોના લિસ્ટમાં ઉમેરી શકો છો. તમે બિઝનેસ સાથે સંપર્ક તોડો એટલે તેઓ તમને સીધો મેસેજ મોકલી શકશે નહિ. જોકે, તમે હજી પણ તેઓની બિઝનેસ પ્રોફાઇલ અને કેટલોગ જોઈ શકશો. તમે જો કોઈ એક ગ્રૂપમાં હશો તો તમે તેઓની સાથે વાતચીત પણ કરી શકશો.
- જાણ કરો પર દબાવીને જો તમને લાગે કે કોઈ બિઝનેસ અમારી વેપાર નીતિનું ઉલ્લંઘન કરે છે, તો તમે તેની જાણ કરી શકો છો. તમે આ વિકલ્પ વાપરીને બિઝનેસ સાથે સંપર્ક પણ તોડી શકો છો.
- ચાલુ રાખો પર દબાવીને તમે બિઝનેસ સાથેની ચેટમાં ભાગ લેવાનું પસંદ કરી શકો છો. તમે બિઝનેસને મેસેજ મોકલીને પણ તેમની સાથેની ચેટમાં ભાગ લેવાનું પસંદ કરી શકો છો.
સંબંધિત લેખો