છેલ્લે ક્યારે જોયું અને ઓનલાઇનની સુવિધા તમને તમારા સંપર્કોએ છેલ્લે WhatsApp ક્યારે વાપર્યું કે તેઓ ઓનલાઇન છે કે નહિ તે જણાવે છે.
જો કોઈ સંપર્ક ઓનલાઇન છે, તો એનો અર્થ એમ છે કે તેમના ડિવાઇસ પર WhatsApp ખુલ્લું છે અને ઇન્ટરનેટ સાથે જોડાયેલું છે. પણ, એનો અર્થ એવો નથી થતો કે એ સંપર્કે તમારો મેસેજ વાંચ્યો છે.
છેલ્લે ક્યારે જોયુંની સુવિધા, સંપર્કે છેલ્લે ક્યારે WhatsApp વાપર્યું તે બતાવે છે. અમારાં પ્રાઇવસી સેટિંગમાં, તમારી પાસે તમે છેલ્લે ક્યારે જોયું એ કોણ જોઈ શકે તેને કંટ્રોલ કરવાનો વિકલ્પ છે. એ વાતની નોંધ લેશો કે તમે ઓનલાઇન છો તે છુપાવી શકતા નથી.
એવાં કેટલાંક કારણો છે જેનાં લીધે તમે તમારા સંપર્કે છેલ્લે ક્યારે જોયું એે જોઈ શકતા નથી: