એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ વિશે
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન, એ વાતની ખાતરી કરે છે કે તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો એ જ માત્ર એકબીજાના મેસેજ વાંચી કે સાંભળી શકે, બીજું કોઈ જ નહિ, WhatsApp પણ નહિ. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ સાથે, તમે iCloud અથવા Google Drive પર તમારા બેકઅપમાં તે જ સ્તરની સુરક્ષા પણ ઉમેરી શકો છો.
પાસવર્ડથી સુરક્ષિત કરવા વિશે
જ્યારે તમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બનાવો છો, ત્યારે તમારા મેસેજ અને મીડિયા ક્લાઉડમાં સ્ટોર થાય છે અને પાસવર્ડ કે 64-અંકોની એન્ક્રિપ્શન કી દ્વારા સુરક્ષિત થાય છે. જ્યાં સુધી તમે તમારા પહેલાંના પાસવર્ડ કે કી વડે પ્રવેશ કરી શકતા હો ત્યાં સુધી તમારો પાસવર્ડ કોઈ પણ સમયે બદલી શકાય છે.
નોંધ: જો તમે તમારી WhatsApp ચેટ ગુમાવો છો અને તમને તમારો પાસવર્ડ કે કી યાદ નથી તો તમે તમારો બેકઅપ રિસ્ટોર કરી શકશો નહિ. WhatsApp તમારો પાસવર્ડ રિસેટ કરી શકતું નથી કે તમારા માટે બેકઅપને રિસ્ટોર કરી શકતું નથી.
એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બંધ કરવા વિશે
તમે તમારા પાસવર્ડ કે કી વડે અથવા તમારા બાયોમેટ્રિક્સ કે ડિવાઇસના પિન વડે પ્રમાણિત કરીને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બંધ કરવાનું પસંદ કરી શકો છો. જો તમે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ બંધ કરો છો, તો તમારા મેસેજ અને મીડિયાનો બેકઅપ ક્લાઉડ પર ત્યાં સુધી નહિ લેવયા જ્યાં સુધી તમે તેનું સેટિંગ ન બદલો.
iPhone પરના ડિવાઇસ પર લેવાતા બેકઅપ વિશે
જો તમે તમારા આખા iPhone માટે iCloud બેકઅપ ચાલુ કરેલો હોય, તો તમારી જૂની ચેટના એનક્રિપ્ટ ન થયેલા વર્ઝનનો પણ iCloud પર બેકઅપ લેવામાં આવે છે. તમારી WhatsApp ચેટ અને મીડિયાનો ફક્ત એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ લેવા માટે, તમારા ડિવાઇસ પરથી iCloud બેકઅપ બંધ કરો.
તમારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ સહિત, અમે તમારો ડેટા કેવી રીતે એકત્ર કરીએ છીએ અને તેના પર પ્રક્રિયા કરીએ છીએ તેની માહિતી મેળવવા માટે, WhatsAppની પ્રાઇવસી પોલિસી જુઓ.
સંબંધિત લેખો:
- એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ કેવી રીતે ચાલુ અથવા બંધ કરવો
- એન્ક્રિપ્ટેડ બેકઅપ માટે પાસવર્ડ યાદ રાખી શકતા નથી