ગાયબ થતા મેસેજની સુવિધા વિશે
ગાયબ થતા મેસેજ એ એક એવી વૈકલ્પિક સુવિધા છે જેને તમે ચાલુ કરીને વધુ પ્રાઇવસી મેળવી શકો છો.
તમે ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરો, ત્યારે તમે મેસેજ મોકલ્યાં પછીના 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસ પછી ગાયબ થઈ જાય તેવું સેટ કરી શકો છો. તમારી સૌથી તાજેતરની પસંદગીને આધારે ફક્ત નવા મેસેજનું નિયંત્રણ કરવામાં આવશે. ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કર્યા પહેલાં મોકલેલા કે મેળવેલા મેસેજને અસર થશે નહિ. બન્નેમાંથી કોઈ પણ વપરાશકર્તા પોતાની વ્યક્તિગત ચેટમાંથી ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કે બંધ કરી શકે છે. ગ્રૂપ ચેટમાં, ગાયબ થતા મેસેજની સુવિધાને ગ્રૂપના કોઈ પણ સભ્ય ચાલુ કે બંધ કરી શકે છે. જોકે, ગ્રૂપ એડમિન ગ્રૂપનાં સેટિંગ બદલીને માત્ર એડમિનને જ ગાયબ થતા મેસેજની સુવિધાને ચાલુ કે બંધ કરવાની મંજૂરી આપી શકે છે.
- જો વપરાશકર્તા 24 કલાક, 7 દિવસ કે 90 દિવસના સમયગાળામાં WhatsApp ખોલે નહિ, તો મેસેજ ચેટ પરથી ગાયબ થઈ જશે. જોકે, જ્યાં સુધી WhatsApp ખોલવામાં ન આવે ત્યાં સુધી નોટિફિકેશનમાં મેસેજનો પ્રિવ્યૂ દેખાઈ શકે.
- જ્યારે તમે મેસેજનો જવાબ આપો ત્યારે મૂળ મેસેજ ટાંકેલો રહે છે. જો તમે ગાયબ થતા મેસેજનો જવાબ આપશો, તો ટાંકેલો મેસેજ તમે પસંદ કરેલા સમય પછી ચેટમાં દેખાતો રહેશે.
- જો ગાયબ થતા મેસેજને કોઈ એવી ચેટમાં ફોરવર્ડ કરવામાં આવે, જેમાં ગાયબ થતા મેસેજની સુવિધા બંધ કરેલી હોય, તો ફોરવર્ડ કરેલી ચેટમાં મેસેજ ગાયબ થશે નહિ.
- જો કોઈ વપરાશકર્તા મેસેજ ગાયબ થતા પહેલાં બેકઅપ બનાવે, તો ગાયબ થતા મેસેજ બેકઅપમાં સામેલ કરવામાં આવશે. જ્યારે કોઈ વપરાશકર્તા બેકઅપ પાછો મેળવે, ત્યારે ગાયબ થતા મેસેજ ડિલીટ થઈ જશે.
નોંધ: ભરોસાપાત્ર વ્યક્તિઓ સાથે જ ગાયબ થતા મેસેજની સુવિધાનો ઉપયોગ કરો. દાખલા તરીકે, કોઈના માટે:
- ગાયબ થતા મેસેજને ફોરવર્ડ કરવો અથવા એનો સ્ક્રીનશોટ લેવો અને એ ગાયબ થાય એ પહેલાં તેને સેવ કરી લેવાનું શક્ય છે.
- ગાયબ થતો મેસેજ ગાયબ થાય એ પહેલાં એમાંનું કન્ટેન્ટ કોપિ અને સેવ કરી લો.
- ગાયબ થતો મેસેજ ગાયબ થાય એ પહેલાં કેમેરાથી અથવા બીજા કોઈ ડિવાઇસથી ફોટો લો.
તમારા એકાઉન્ટ પર ગાયબ થતા મેસેજ ચાલુ કરવા માટે
તમે બધી નવી વ્યક્તિગત ચેટ માટે ડિફોલ્ટ રીતે ગાયબ થતા મેસેજને ચાલુ કરી શકો છો.
- iPhone અને Android: WhatsApp સેટિંગ પર જાઓ > એકાઉન્ટ > પ્રાઇવસી > ડિફોલ્ટ મેસેજ ટાઇમર પર દબાવો અને સમયગાળો પસંદ કરો.
ગાયબ થતા મેસેજમાં મીડિયા
મૂળરૂપે, WhatsApp પર તમે ડાઉનલોડ કરેલું મીડિયા આપમેળે તમારા ફોટામાં ડાઉનલોડ થઈ જશે. જો ગાયબ થતા મેસેજની સુવિધા ચાલુ કરેલી હોય, તો ચેટમાં મોકલેલું મીડિયા ગાયબ થઈ જશે, પરંતુ જો આપમેળે ડાઉનલોડ થવાનું ચાલુ કરેલું હશે, તો ફોનમાં સેવ થઈ જશે. તમે WhatsAppમાં સેટિંગ > સ્ટોરેજ અને ડેટામાંથી આપમેળે ડાઉનલોડ થવાનું બંધ કરી શકો છો.
સંબંધિત લેખો:
- Android | iPhone | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી
- Android | iPhone | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર કોઈ ગ્રૂપમાં ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કે બંધ કરવી
- Android | iPhone | KaiOS | વેબ અને ડેસ્કટોપ પર ગ્રૂપ એડમિન માટેનાં સેટિંગ કેવી રીતે બદલવાં