WhatsApp પર વ્યક્તિગત એકાઉન્ટ અને બિઝનેસ એકાઉન્ટ વચ્ચે ભેદ કરવો સરળ છે. વ્યક્તિગત ચેટમાં, સંપર્કની પ્રોફાઇલ જોવા માટે તેમના નામ પર દબાવો. જો તેઓ બિઝનેસ ચલાવતા હશે, તો પ્રોફાઇલમાં નીચેમાંથી કોઈ એક લેબલ હશે:
- સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ: WhatsAppએ ખાતરી કરી છે કે એક નોંધનીય અને વિશ્વાસપાત્ર બ્રાન્ડ આ એકાઉન્ટની માલિકી ધરાવે છે. ચેટના લિસ્ટમાં "સત્તવાર બિઝનેસ એકાઉન્ટ" પર તેમની પ્રોફાઇલમાં નામની બાજુમાં એક લીલા ખરાનું ઓળખ ચિહ્ન હોય છે. તમારી એડ્રેસ બુકમાં જો તમે બિઝનેસને ઉમેર્યો ન હોય તો પણ બિઝનેસનું નામ દેખાય છે.
- બિઝનેસ એકાઉન્ટ: WhatsApp Business પ્રોડક્ટની કોઈ એક પ્રોડક્ટ પર એકાઉન્ટ બનાવતા બિઝનેસ માટેનું આ ડિફોલ્ટ સ્ટેટસ છે.
નોંધ: "સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ" એ દર્શાવતું નથી કે WhatsApp આ બિઝનેસની બાંયધરી આપે છે.
સંબંધિત લેખો