તમામ WhatsApp એકાઉન્ટ મોબાઇલ નંબરોથી સંકડાયેલા હોય છે. મોબાઇલ પ્રદાતાઓ દ્વારા ફોન નંબરને ફરીથી બીજાને ગ્રાહકને આપવામાં આવતો હોવાથી, શક્ય છે કે તમારી પહેલાના કોઈએ એ નંબર WhatsApp માટે વાપર્યો હોય શકે.
જો તમારા ફોન નંબરના પહેલા માલિકે તેનું WhatsApp એકાઉન્ટ ડિલીટ ન કર્યું હોય, તો તમારા નવા એકાઉન્ટને સક્રિય કરાવ્યા પહેલા જ તમે અને તમારા સંપર્કો WhatsAppમાં તમારો નંબર જોઈ શકો છો. તમે તમારા ફોન નંબર સાથે કોઈ બીજાનો પ્રોફાઇલ ફોટો અને બાબત સંકડાયેલો પણ જોઈ શકો છો.
ચિંતાની કોઈ વાત નથી. આનો બસ એ જ અર્થ છે કે પહેલા વાળો ખાતો રદ્દ કરાયો નહોતો, જેથી વ્યવસ્થામાં પહેલાની માહિતી રહી ગઈ છે. આનો એ અર્થ નથી કે ફોન નંબરનો પહેલા વાળો માલિક તમે WhatsApp પર તમારા નવા નંબર સાથે સક્રિય કરેલા ખાતાને જોઈ પણ શકશે. તમારી ચર્ચાઓ અને અન્ય WhatsApp ડેટા સુરક્ષિત છે.
વારેઘડીયે વપરાતા એક જ નંબર સાથે શક્ય ગુંચવાડાને દૂર રાખવા, અમે ખાતાની નિષ્ક્રિયતા ઉપર નજર રાખીયે છીયે. જો કોઈ ખાતાનો 45 દિવસ સુધી ઉપયોગ કરવામાં ના આવે અને તેને જુદા મોબાઇલ ઉપકરણ ઉપર ફરીથી સક્રિય કરવામાં આવે, તો અમે તેને તે ફોન નંબરનો ફરીથી નવેસરથી ઉપયોગ થતો ગણીએ છીયે. તે સમયે, તે નંબર સાથે સંકડાયેલ જૂના ખાતાના ડેટાને કાઢી નાખીયે છીએ - દા.ત. પ્રોફાઇલ ફોટો અને બાબત.