જો તમને પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હોય, તો તમને નીચે લખલો મેસેજ WhatsAppની અંદરથી મળશે:
"તમારા ફોન નંબરને WhatsAppનો ઉપયોગથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સહાય માટે સહાય કેન્દ્રનો સંપર્ક કરો."
યાદ રાખો કે જો અમને લાગે કે કોઈ એકાઉન્ટની પ્રવૃત્તિ દ્વારા અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન થાય છે, તો અમે એ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકી દીઈએ છીએ.
કૃપા કરીને અમારી સેવાની શરતોમાં “અમારી સેવાની શરતોનો સ્વીકાર્ય ઉપયોગ”વાળા ભાગનું ધ્યાનપૂર્વક વાંચન કરી WhatsAppના યોગ્ય ઉપયોગ અને અમારી સેવાની શરતોનો ઉલ્લંઘન કરતી હોય એવી પ્રવૃત્તિઓ વિશે વધારે માહિતી મેળવો.
અમે તમને જણાવ્યા વગર તમને નિષિદ્ધ કરવાનો અધિકાર ધરાવીએ છીયે. જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત કરાયું છે, તો કૃપા કરીને અમને ઇમેઇલ કરો અને અમે તમારા કેસની તપાસ કરીશું.