"તમારા ફોન નંબર પર WhatsAppનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. મદદ મેળવવા સંપર્ક કરો" એવો મેસેજ દેખાય છે.
જો તમારા નંબર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, તો WhatsApp Business ઍપમાં તમને નીચેનો મેસેજ મળશે:
તમારા ફોન નંબર પર WhatsAppનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. મદદ મેળવવા સંપર્ક કરો.
યાદ રાખો કે જો અમને લાગે કે કોઈ એકાઉન્ટની પ્રવૃત્તિ અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો અમે એવાં એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ. કૃપા કરીને અમારી સેવાની શરતોના “અમારી બિઝનેસની સેવાની શરતોનો સ્વીકાર્ય ઉપયોગ”ના ભાગને ધ્યાનપૂર્વક તપાસો, જેથી તમે WhatsApp Business ઍપના યોગ્ય ઉપયોગ અને અમારી સેવાની શરતોનો ઉલ્લંઘન કરતી હોય એવી પ્રવૃત્તિઓ વિશે વધારે માહિતી મેળવો.
તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યા પહેલાં અમે કોઈ ચેતવણી નહિ આપીએ. જો તમને લાગે કે તમારું એકાઉન્ટ ભૂલથી પ્રતિબંધિત કરાયું છે, તો કૃપા કરીને અમને ઇમેઇલ કરો અને અમે તમારા કેસની તપાસ કરીશું.