કેટલોગ કેવી રીતે જોવું
તમે સરળતાથી કોઈ બિઝનેસની પ્રોડક્ટ કે સેવાઓ તેઓના કેટલોગમાં જોઈ શકો છો. જો બિઝનેસે કોઈ કેટલોગ બનાવ્યું હશે, તો તે તેમની બિઝનેસ પ્રોફાઇલમાં દેખાશે.
કોઈ બિઝનેસનું કેટલોગ જોવા
- તે બિઝનેસ સાથેની ચેટ ખોલો.
- તેમની WhatsApp Business પ્રોફાઇલ જોવા માટે બિઝનેસના નામ પર દબાવો.
- કેટલોગની બાજુમાં બધું જુઓ પર દબાવો.
વધુમાં, જો બિઝનેસ પાસે કોઈ એક્ટિવ કેટલોગ હોય, તો સીધા જ તેમના કેટલોગમાં પ્રવેશ માટે તમે જે તે બિઝનેસ સાથેની તમારી ચેટ પરના શૉપિંગ બટન (Android પર
તમે કેટલોગ જોઈ પણ શકો છો અને આખું કેટલોગ કે તેની વિશિષ્ટ વસ્તુ તમારા મિત્રો અને ફેમિલી સાથે નીચેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને શેર કરી શકો છો:
- WhatsApp દ્વારા લિંક શેર કરો: પસંદ કરેલી વસ્તુ/કેટલોગની લિંક WhatsApp પર બીજા લોકો સાથે શેર કરવા માટે
- લિંક કોપિ કરો: લિંકને કોપિ કરવા માટે
- લિંક શેર કરો: પસંદ કરેલી વસ્તુ/કેટલોગને ઇમેઇલ કે બીજી મેસેજ માટેની ઍપથી શેર કરવા માટે
સંબંધિત લેખો
Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર કેટલોગમાંથી પ્રોડક્ટ કે સેવાઓ કેવી રીતે શેર કરવી