Facebook શૉપની લિંક WhatsAppમાં કેવી રીતે શેર કરવી અને જોવી
નોંધ: આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ નહિ હોય.
તમે Facebook શૉપમાંથી પ્રોડક્ટના પેજની લિંક શેર કરી શકો છો જેથી તે સીધી જ WhatsAppમાં ખુલી શકે અને WhatsApp વાપરનારને બિઝનેસની શૉપ જોવા માટે WhatsAppની બહાર ન લઈ જવામાં આવે.
કોઈ પ્રોડક્ટના પેજની લિંક WhatsAppમાં શેર કરવા માટે
- Facebook પર પ્રોડક્ટનું પેજ ખોલો,
> વધુ વિકલ્પો પર દબાવો. - WhatsApp આઇકન પર દબાવો.
- તમે જેમની સાથે પ્રોડક્ટનું પેજ શેર કરવા માગતા હો તે વ્યક્તિ કે ગ્રૂપને પસંદ કરો.
- મોકલો બટન અથવા આગળ પર દબાવો.
- તમારો મેસેજ લખો. નોંધ: પ્રોડક્ટના પેજની લિંક તમારા મેસેજ સાથે જોડી દેવામાં આવશે.
અથવા પર દબાવો.
કોઈ પ્રોડક્ટના પેજની લિંક WhatsAppમાં ખોલવા માટે
WhatsApp ચેટમાં મોકલવામાં આવેલી કોઈ પ્રોડક્ટના પેજની લિંક પર દબાવવાથી સીધા જ WhatsAppમાં તે પ્રોડક્ટનું પેજ ખુલશે. ત્યાંથી તમે:
- તે બિઝનેસ દ્વારા વેચવામાં આવતી અન્ય પ્રોડક્ટ અને સેવાઓ જોવા માટે વધુ ખરીદો વિભાગમાં ફોટા પર દબાવી શકો છો.
- આ શૉપ સાથે સંકળાયેલી બિઝનેસ પ્રોફાઇલ જોવા માટે બિઝનેસના નામ પર દબાવી શકો છો.
- તમે જોઈ રહ્યા છો તે ચોક્કસ પ્રોડક્ટ વિશે બિઝનેસ સાથે વાતચીત શરૂ કરવા માટે મેસેજ મોકલો પર દબાવી શકો છો.
નોંધ: જ્યારે તમે કોઈ WhatsApp ચેટમાં આવેલી શૉપની લિંક પર પહેલી વખત ક્લિક કરશો, ત્યારે તમને WhatsAppની ડેટા પોલિસીની વપરાશકર્તા સૂચના બતાવવામાં આવશે. આ વપરાશકર્તા સૂચનામાં આવરી લેવામાં આવેલી શરતો સ્વીકારવા માટે ચાલુ રાખો પર દબાવો. WhatsAppની ડેટા પોલિસી વિશે વધુ જાણવા માટે, આ લેખ વાંચો
સંબંધિત લેખો:
કોઈ બિઝનેસને તેમની Facebook શૉપ પરથી WhatsApp પર મેસેજ કેવી રીતે મોકલવો