તમારા WhatsApp Business એકાઉન્ટને Facebook શૉપ સાથે કેવી રીતે લિંક કરવું
નોંધ: બની શકે કે આ સુવિધા હજી તમારા માટે ઉપલબ્ધ ન હોય.
તમારા WhatsApp Business એકાઉન્ટને તમારી Facebook શૉપ સાથે લિંક કરવાથી તમારી શૉપની મુલાકાત લેતા ગ્રાહકોને WhatsApp Business ઍપ મારફતે તમને સીધો મેસેજ મોકલવાનો વિકલ્પ આપે છે.
તમારા એકાઉન્ટને લિંક કરવા માટે, તમારી પાસે:
- એક WhatsApp Business એકાઉન્ટ હોવું જોઈએ.
- તમે તમારા Facebook બિઝનેસ મેનેજર એકાઉન્ટના એડમિન હોવા જોઈએ.
- તમારે તે બિઝનેસ મેનેજર એકાઉન્ટમાં તમારું Facebook પેજ અને કેટલોગ લિંક કરવાની જરૂર પડશે.
- તમારી પાસે બિઝનેસ મેનેજર પર તે Facebook પેજ માટે પેજ સંચાલિત કરવાની પરવાનગીઓ અને કેટલોગ માટે કેટલોગ સંચાલિત કરવાની પરવાનગીઓ હોવી જોઈએ.
તમારા WhatsApp Business એકાઉન્ટને તમારી શૉપ સાથે આ રીતે લિંક કરો
શરૂ કરવા માટે, Facebook કોમર્સ મેનેજરમાં એક શૉપ બનાવો. આ પ્રક્રિયા વિશે આ લેખમાંથી વધુ જાણો.
પછી, તમારા WhatsApp Business નંબરને તમારી શૉપમાં ઉમેરો અને WhatsAppને પ્રાથમિક સંપર્કની રીત તરીકે સેટ કરો. આ પગલાં કેવી રીતે પૂરા કરવા તે વિશે વિગતવાર માહિતી આ લેખમાંથી મેળવી શકાય છે.
સંબંધિત લેખો:
- WhatsApp પર Facebook શૉપ વાપરવા વિશે
- તમારી Facebook શૉપની લિંક WhatsAppમાં કેવી રીતે શેર કરવી