WhatsApp પર બિઝનેસ એકાઉન્ટની “સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ” અથવા તો સામાન્ય “બિઝનેસ એકાઉન્ટ” તરીકે નોંધણી કરી શકાય. કોઈ બિઝનેસ એકાઉન્ટ, “બિઝનેસ એકાઉન્ટ”ને “સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ”માં ફેરવવા માટે વિનંતી કે પેમેન્ટ કરી શકે નહિ.
હમણાં, ફક્ત અમુક જ બિઝનેસ એકાઉન્ટ “સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ” તરીકે નોંધાયેલા છે. “સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ”ને બિઝનેસ તરીકે નોંધાવવું એ ઘણાં પાસાઓ પર આધારિત છે., જેમ કે બ્રાન્ડ વિખ્યાત છે કે કેમ.
WhatsApp Business ઍપ વાપરનાર કોઈ પણ એકાઉન્ટને આપમેળે “બિઝનેસ એકાઉન્ટ” તરીકે નોંધી લેવાશે. બિઝનેસ પોતાની કંપની વિશે વધુ માહિતી મેળવવા માટે ગ્રાહકોને મદદ કરી શકે, એમ કરવા માટે તેઓ પોતાના બિઝનેસની માહિતી ભરી શકે, જેમાં બિઝનેસની વેબસાઇટ, સરનામું અને કામકાજના કલાકોનો સમાવેશ થાય છે.