iPhone પર WhatsApp 40થી વધુ ભાષાઓમાં અને Android પર 60 જેટલી ભાષાઓમાં ઉપલબ્ધ છે. WhatsApp તમારા ફોનની ભાષા પ્રમાણે ચાલે છે. ઉદાહરણ તરીકે, જો તમે તમારા ફોનની ભાષા બદલીને ગુજરાતી કરો, તો WhatsApp આપમેળે જ ગુજરાતીમાં દેખાશે.
Android: તમારા ફોનનાં સેટિંગ > સિસ્ટમ > ભાષાઓ અને ઇનપુટ > ભાષામાં જાઓ. કોઈ ભાષાને સૌથી ઉપર ખસેડવા માટે તેના પર દબાવી રાખો અથવા ભાષા ઉમેરો
iPhone: iPhone 'સેટિંગ' > 'જનરલ' > 'લેન્ગ્વેજ એન્ડ રીજન' > 'iPhone લેન્ગ્વેજ' પર જાઓ. કોઈ ભાષા પસંદ કરો, પછી ચેન્જ ટૂ {language} પર દબાવો.
KaiOS: ઍપ મેનુમાં સેટિંગ પર દબાવો > પસંદ મુજબ બનાવો પસંદ કરવા માટે બાજુમાં જતા જાઓ > તેમાં નીચે જઈને ભાષા પર દબાવો > ભાષા પર દબાવો > તમારે વાપરવી હોય તે ભાષા પસંદ કરો > ઓકે અથવા પસંદ કરો પર દબાવો.
WhatsApp વેબ તમારા ફોન પર પસંદ કરેલી ભાષામાં દેખાશે.
જો તમે Android ફોન વાપરતા હો, તો તમને ઍપની અંદરથી જ WhatsAppની ભાષા બદલવાનો વિકલ્પ મળી રહેશે. જો તમને આ વિકલ્પ જોવા ન મળે, તો તમારા દેશમાં એ સપોર્ટ કરતું નહિ હોય.