Facebook પેજ પર WhatsApp Business એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું
તમે WhatsApp Business ઍપ પર તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે તમારા Facebook પેજને લિંક કરી શકો છો.
બિઝનેસ ટિપ: તમારા WhatsApp Business એકાઉન્ટને લિંક કરવાથી તમારા Facebook પેજની મુલાકાત લેતા ગ્રાહકો માત્ર એક જ ક્લિકમાં WhatsApp પર તમને સીધો મેસેજ કરી શકે છે.
આ એકાઉન્ટને લિંક કરવા અને તેમને સિંક કરવા માટે, તમારી પાસે:
- તમારા બિઝનેસનું Facebook પેજ હોવું જોઈએ.
- WhatsApp Business ઍપ પર એકાઉન્ટ હોવું જોઈએ.
- મોબાઇલ ઍપનાં લેટેસ્ટ વર્ઝન હોવાં જોઈએ.
Facebook પેજ પર WhatsApp Business એકાઉન્ટ લિંક કરવાની રીત
તમે WhatsApp Business ઍપમાંથી તમારા એકાઉન્ટને લિંક કરી શકો છો.
- WhatsApp Business ઍપ ખોલો.
- Android પર, વધુ વિકલ્પો પર દબાવો. iPhone પર, સેટિંગ પર દબાવો.
- બિઝનેસ ટૂલ > Facebook અને Instagram પર દબાવો.
- Facebook > ચાલુ રાખો પર દબાવો. આનાથી Facebook લોગ ઇન પેજ ખુલશે.
- તમારા Facebook એકાઉન્ટ માટેની તમારી લોગ ઇનની માહિતી લખો. લોગ ઇન કરો પર દબાવો.
- તમે તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે લિંક કરવા માગતા હો તે Facebook પેજ પસંદ કરો. WhatsApp સાથે જોડાઓ પર દબાવો.
- જો તમારી પાસે Facebook પેજ ન હોય, તો તમારી પાસે નવું Facebook પેજ બનાવવાનો વિકલ્પ હશે.
તમને હવે તમારા Facebook પેજ પર WhatsApp બટન દેખાશે.
એક વાર તમે WhatsApp Business ઍપ પર પાછા આવી જાઓ, એટલે તમને તમારું Facebook પેજ, Facebook અને Instagram સ્ક્રીનમાં સૌથી ઉપર દેખાશે.
તમારા Facebook અને WhatsApp બિઝનેસની માહિતીને સિંક કરવાની રીત
જ્યારે તમે તમારા એકાઉન્ટને સિંક કરો છો, ત્યારે તમારા Facebook પેજ પર તમારી બિઝનેસની માહિતીમાં કરવામાં આવતા કોઈ પણ ફેરફારો તમારી WhatsApp બિઝનેસ પ્રોફાઇલ પર આપોઆપ દેખાશે.
- WhatsApp Business ઍપ ખોલો.
- Android પર, વધુ વિકલ્પો પર દબાવો. iPhone પર, સેટિંગ પર દબાવો.
- બિઝનેસ ટૂલ > Facebook અને Instagram પર દબાવો.
- તમે WhatsApp Business ઍપ સાથે સિંક કરવા માગતા Facebook એકાઉન્ટ પર દબાવો.
- પેજ સાથે પ્રોફાઇલને સિંક કરો > ચાલુ કરો. iPhone પર, પેજ સાથે પ્રોફાઇલને સિંક કરો ચાલુ કરો.
સિંક કરવાની સુવિધા ફક્ત એકતરફી કામ કરે છે—Facebook પેજથી WhatsApp Business ઍપ લિંક કરી શકાય છે પણ WhatsApp Business ઍપથી Facebook પેજ નહિ. ઉદાહરણ તરીકે: જો તમે કામકાજના કલાકો WhatsApp Business ઍપ પર બદલવાનો પ્રયત્ન કરશો, તો તમને 'બન્ને એકાઉન્ટને સિંક રાખવાની સુવિધા બંધ થશે' તેવો ચેતવણીનો મેસેજ મળશે. જો તમે તમારા કામકાજના કલાકોમાં ફેરફાર કરવાનું ચાલુ રાખો છો, તો તમારા WhatsApp Business એકાઉન્ટ પર નવો સમય દેખાશે, પણ તમારા Facebook પેજ પર જૂનો જ સમય દેખાશે.
નોંધ: સિંક રાખવાની સુવિધા ચાલુ કરવાથી તે વેબ અને મોબાઇલ બન્ને પર કામ કરશે.
WhatsApp Business ઍપ પરથી તમારા લિંક કરેલા Facebook એકાઉન્ટને દૂર કરવાની રીત
જો તમે હવે તમારા એકાઉન્ટને કનેક્ટ રાખવા માગતા નથી, તો તમે તમારા Facebook અને WhatsApp એકાઉન્ટને WhatsApp Business ઍપથી અનલિંક કરી શકો છો.
- WhatsApp Business ઍપ ખોલો.
- Android પર, વધુ વિકલ્પો પર દબાવો. iPhone પર, સેટિંગ પર દબાવો.
- બિઝનેસ ટૂલ > Facebook અને Instagram પર દબાવો.
- તમારા લિંક કરેલા Facebook એકાઉન્ટ > WhatsAppને દૂર કરો > દૂર કરો પર દબાવો.
એક વાર તમે તમારા એકાઉન્ટને દૂર કરી દો, એટલે તે Facebook અને Instagram સ્ક્રીન પર દેખાશે નહિ.
સંબંધિત લેખો
- WhatsApp Businessને Facebook અને Instagram સાથે લિંક કરવા વિશે
- તમારા Instagram એકાઉન્ટને WhatsApp Business ઍપ સાથે કેવી રીતે લિંક કરવું