જ્યારે કોઈ વ્યક્તિ ફોન નંબર બદલે, ત્યારે તમારી એડ્રેસ બુકમાંથી તમારે યાદ રાખીને તેમનો જૂનો નંબર ડિલીટ કરી નાખવો જોઈએ. મોબાઇલ કંપનીઓ ફોન નંબરનો ફરી ઉપયોગ કરતી હોવાથી, બની શકે કે તમને એવું લાગે કે WhatsAppમાં દેખાતું એકાઉન્ટ તમારા મિત્રનું છે, પણ ખરેખર તે ફોન નંબર કોઈ નવા માલિકનો હોય છે.
WhatsApp ફક્ત એકાઉન્ટને ઓળખવા માટે જ ફોન નંબરનો ઉપયોગ કરે છે અને તે સંપર્કો માટે તમારી એડ્રેસ બુકમાં સેવ કરાયેલા નામ બતાવે છે.