‘તરત જવાબ’ સેવ કરી શકતા નથી
જો તમે ‘તરત જવાબ’ સેવ કરી શકતા નથી, તો તે નીચેના બધા ફોર્મેટિંગ નિયમોનું પાલન કરે છે તેની ખાતરી કરો.
- વધુમાં વધુ 50 તરત જવાબો સ્ટોર કરવાની મંજૂરી છે.
- તરત જવાબના શોર્ટકટની લંબાઈ વધુમાં વધુ 25 અક્ષરોની છે.
- શોર્ટકટમાં સ્પેસ સામેલ કરી શકતા નથી.
- બધા શોર્ટકટ ફોરવર્ડ સ્લેશ / થી શરૂ થવા જોઈએ.
- ‘તરત જવાબ’ દીઠ વધુમાં વધુ ત્રણ મુખ્ય શબ્દો રાખવાની મંજૂરી છે.
- મુખ્ય શબ્દોમાં સ્પેસ અથવા કોઈ પણ બિન-મૂળાક્ષર કે બિન-આંકડાકીય અક્ષરો રાખી શકાતા નથી.
- એક મુખ્ય શબ્દની લંબાઈ વધુમાં વધુ 15 અક્ષરોની છે.