WhatsApp Businessને Facebook પેજ સાથે સિંક કરવા વિશે
WhatsApp Business ઍપનો ઉપયોગ કરી રહ્યા હો, ત્યારે તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે તમે તમારા Facebook પેજને લિંક કરી શકો છો. તમે તમારા Facebook પેજની માહિતી તમારા WhatsApp Business એકાઉન્ટ સાથે સિંક કરવાનું પણ પસંદ કરી શકો છો.
WhatsApp Business એકાઉન્ટ લિંક કરવા માટે, વપરાશકર્તાઓ પાસે:
- પોતાના બિઝનેસ માટેનું એક Facebook પેજ હોવું જરૂરી છે
- WhatsApp Business ઍપ પર એક એકાઉન્ટ હોવું જરૂરી છે
- બન્ને મોબાઇલ ઍપનાં લેટેસ્ટ વર્ઝન હોવાં જરૂરી છે
એક વાર જો તમે તમારા WhatsApp Business એકાઉન્ટ પર Facebook પેજને લિંક કર્યું હોય, તો તમે Facebook પેજ પરથી તમારા WhatsApp Business એકાઉન્ટ પર બિઝનેસની માહિતી પણ સિંક કરી શકો. આનો અર્થ છે કે તમારું WhatsApp Business એકાઉન્ટ Facebook પેજ પરથી માહિતી અપડેટ કરશે.
સિંક કરવાનું ચાલુ કરવાથી WhatsApp Business ઍપના તમારા બિઝનેસ પ્રોફાઇલ વિભાગમાં નીચેની માહિતી લિંક કરેલા Facebook પેજ પરથી આપમેળે આવી જશે:
- કામકાજનો સમય
- સરનામું
- વર્ણન
- કેટેગરી
- વેબસાઇટનું URL
- ઇમેઇલ
- Instagram પ્રોફાઇલ પર WhatsApp Business એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું
- Facebook પેજ પર WhatsApp Business એકાઉન્ટ કેવી રીતે ઉમેરવું