સુરક્ષા જાળવી રાખવા, ડેટાની જાળવણી માર્યાદિત કરવા અને વપરાશકર્તાઓની પ્રાઇવસીની સુરક્ષા માટે, મોટે ભાગે નિષ્ક્રિય થયાના 120 દિવસ પછી WhatsApp એકાઉન્ટ ડિલીટ કરવામાં આવે છે. નિષ્ક્રિયતાનો અર્થ એ છે કે વપરાશકર્તા WhatsApp સાથે કનેક્ટ થયા નથી.
એકાઉન્ટ ચાલુ રહે તે માટે ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે. જો કોઈ વપરાશકર્તાના ડિવાઇસ પર WhatsApp ચાલુ હોય, પણ તેમની પાસે ઇન્ટરનેટ કનેક્શન ન હોય, તો એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે.
જ્યાં સુધી ડિવાઇસ પરથી WhatsApp એકાઉન્ટ ડિલીટ નહિ થાય, ત્યાં સુધી વપરાશકર્તાના ડિવાઇસ પર ડિલીટ કર્યા પહેલાંનો ડેટા સચવાયેલો રહેશે. જ્યારે વપરાશકર્તા તે જ ડિવાઇસ પરથી WhatsApp માટે નોંધણી કરે છે, ત્યારે ડિવાઇસ પર સાચવેલો ડેટા ફરી દેખાશે.