બિઝનેસનું નામ રાખવા વિશે
બિઝનેસનું નામ બિઝનેસ અથવા સંસ્થાને રજૂ કરતું હોવું જોઈએ.
બિઝનેસનું નામ રાખવાના નિયમો
“ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ” માટે લાયક ઠરવા, બિઝનેસ નામમાં નીચેની બાબતો ન હોવી જોઈએ:
- ટૂંકા નામને બાદ કરતા બધા જ અક્ષરો કેપિટલમાં. દરેક શબ્દનો પહેલો અક્ષર કેપિટલમાં લખી શકાય, કોઈ પણ સંયોજક કેપિટલ અક્ષરોમાં ન લખી શકાય. દાખલા તરીકે:
- સાચું: Sweet Treats અથવા Tammy's Burritos and Tacos
- ખોટું: SWEET TREATS* અથવા Tammy's Burritos And Tacos
- શબ્દો વચ્ચે કોઈ વધારાની જગ્યા ન હોવી જોઈએ. બિઝનેસ નામમાં શબ્દો વચ્ચે માત્ર એક ખાલી જગ્યા જ હોવી જોઈએ.
- બિનજરૂરી વિરામચિહ્ન
- ઇમોજી
- ચિહ્નો (દા.ત.: ®)
- સતત આલ્ફા-ન્યૂમરિક ચિહ્નો (એવા ચિહ્નો જે અક્ષર કે નંબર નથી)
- આમાંથી કોઈ ખાસ ચિહ્ન: ~!@#$%^&*()_+:;"'{}[]\|<>,/?
નોંધ: ફોર્મેટિંગના આ નીતિ-નિયમો એવા બિઝનેસને લાગુ પડતા નથી કે જેઓ પહેલાથી જ આ રીતે બાહ્ય બ્રાન્ડિંગ કરે છે. તેવા કિસ્સામાં, WhatsApp બિઝનેસ પર ઉપયોગમાં લેવામાં આવતું બિઝનેસનું નામ બાહ્ય બ્રાન્ડિંગ સાથે મેળ ખાતા વિરામ ચિહ્નો, કેપિટલાઇઝેશન વગેરેનો સમાવેશ કરી શકે છે.
ઉપરાંત, બિઝનેસ નામોમાં ફક્ત આ ન હોવું જોઈએ:
- વ્યક્તિનું આખું નામ
- કોઈ સામાન્ય નામ (દા.ત.: ફેશન)
- કોઈ સામાન્ય ભૌગોલિક સ્થળ (દા.ત.: અમદાવાદ)
- ત્રણથી ઓછા અક્ષરો
આખરે, બિઝનેસના નામોમાં "WhatsApp" શબ્દમાં ફેરબદલ કરીને બનાવાયેલા શબ્દનો સમાવેશ કરી શકાતો નથી. અમારી બ્રાન્ડ માર્ગદર્શિકા પર જઈને વધુ જાણો.
નોંધ: જો તમારું બિઝનેસ એકાઉન્ટ “ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ” તરીકે લિસ્ટ કરેલું હોય, તો તમારા નામમાં ફેરફાર કરવાથી તમારા એકાઉન્ટ પરથી “ઓફિશિયલ બિઝનેસ એકાઉન્ટ”નો દરજ્જો હટી જશે.