ફોન બદલવા વિશે
તમે સરખી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ફેરબદલ કરી શકો છો, જેમ કે Android થી Android અથવા અલગ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર પણ ફેરબદલ કરી શકો છો, જેમ કે iPhone થી Android પર.
સરખી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ફેરબદલ કરવા માટે
જો તમે સરખી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ફેરબદલ કરી રહ્યા હો, તો તમારી પાસે જૂની ચેટ ટ્રાન્સ્ફર કરવાનો વિકલ્પ હોઈ શકે છે. Android અથવા iPhone પર તમારી જૂની ચેટ ટ્રાન્સફર કરવા વિશે વધુ જાણો.
અલગ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ફેરબદલ કરવા માટે
જો તમે અલગ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર ફેરબદલ કરી રહ્યા હો, તો:
- તમે તમારો પ્રોફાઇલ ફોટો, 'તમારા વિશે', વ્યક્તિગત ચેટ, ગ્રૂપ ચેટ અને સેટિંગ જેવી તમારા એકાઉન્ટની માહિતી રાખી શકો છો.
- iPhone પરથી Android ડિવાઇસ પર કે Android ડિવાઇસથી iPhone પર ફેરબદલ કરવામાં આવે ત્યારે ક્રોસ પ્લેટફોર્મ પર તમારી જૂની ચેટને ટ્રાન્સફર કરવાની સુવિધા હાલમાં ઉપલબ્ધ છે. iPhone પરથી Android ડિવાઇસ પર કેવી રીતે ટ્રાન્સફર કરવું તે આ લેખમાં જાણો. Android ડિવાઇસ પરથી iPhone પર કેવી રીતે ટ્રાન્સફર કરવું તે આ લેખમાં જાણો.
તમારો જૂનો ફોન નંબર વાપરવા માટે
તમારા નવા ફોન પર WhatsApp ડાઉનલોડ કરો અને તમારો ફોન નંબર રજિસ્ટર કરો.
નવા ફોન નંબર પર ફેરબદલ કરવા માટે
- તમારા નવા ફોન પર WhatsApp ડાઉનલોડ કરો અને તમારો નવો ફોન નંબર રજિસ્ટર કરો.
- તમારા જૂના ફોન નંબર સાથે જોડાયેલું WhatsApp એકાઉન્ટ ડિલીટ કરો.
જો તમે તમારા જૂના ફોન નંબર સાથે જોડાયેલું તમારું એકાઉન્ટ ડિલીટ કરવાનું ભૂલી ગયા હો અને તમારો જૂનો ફોન નંબર તમારી પાસે ન હોય, તો તમારા જૂના ફોન નંબરના નવા માલિક 45 દિવસ પછી નવા ફોન પર WhatsApp ચાલુ કરશે, તો તેની સાથે જોડાયેલી તમારી બધી એકાઉન્ટ માહિતી ડિલીટ કરી નાખવામાં આવશે.
નોંધ: જો તમે તમારો જૂનો ફોન તમારી મોબાઇલ કંપનીને પરત કરવા માગતા હો, તો પરત કરતા પહેલાં SD કાર્ડ નાખેલું હોય તો તે સહિતનો તમારો બધો ડેટા ખાલી કરી નાખ્યો છે તેની ખાતરી કરો. આનાથી ખાતરી થઈ જાય છે કે તમારો કોઈ પણ પ્રાઇવેટ ડેટા, જેમ કે તમારા WhatsAppની જૂની ચેટ, કોઈ બીજાના હાથમાં ન પડે.
સંબંધિત લેખો:
- ફોન નંબર બદલવા વિશે
- Android | iPhone પર તમારો ફોન નંબર કેવી રીતે બદલવો
- ફોન નંબર બદલી શકાતો નથી
- તમારા WhatsApp ડેટાને iPhone પરથી Samsung ફોનમાં ટ્રાન્સફર કેવી રીતે કરવો
- તમારા WhatsApp ડેટાને Samsung ફોન પરથી iPhoneમાં ટ્રાન્સફર કેવી રીતે કરવો