કેટલોગ વિશે
WhatsApp Business ઍપ વપરાશકર્તાઓ કેટલોગ બનાવીને પોતાની પ્રોડક્ટ અને સેવાઓ ખૂબ સરળતાથી તેમના ગ્રાહકોને બતાવી અને શેર કરી શકે છે. કેટલોગ બિઝનેસ પ્રોફાઇલમાં જોવા મળે છે.
કેટલોગમાં દરેક પ્રોડક્ટ કે સેવાનું એક અલગ નામ હોય છે. તેની સાથે કિંમત, વર્ણન, વેબસાઇટની લિંક અને પ્રોડક્ટનો કોડ લખવા માટેનાં વૈકલ્પિક ખાનાં હોય છે. આ અલગ-અલગ માપદંડો ગ્રાહકોને કેટલોગમાં પ્રોડક્ટ શોધવાનું સરળ બનાવે છે. બિઝનેસના માલિકો તેમના કેટલોગમાં વધુમાં વધુ 500 પ્રોડક્ટ કે સેવાઓ અપલોડ કરી શકે છે.
અપ-ટૂ-ડેટ રાખેલું કેટલોગ તમારા હાલના અને સંભવિત ગ્રાહકોને બિઝનેસની પ્રોડક્ટ કે સેવાઓ જોઈને બિઝનેસ સાથે જોડાવામાં મદદરૂપ બને છે. ગ્રાહકો પોતાની રુચિ મુજબની પ્રોડક્ટ કે સેવા પસંદ કરી શકે છે અને તેને પોતાના મિત્રો સાથે શેર કરી શકે છે. વધુમાં, તેઓ બિઝનેસને પ્રોડક્ટ કે સેવાને લગતા સવાલો માટે મેસેજ પણ કરી શકે છે.
કેટલોગ શેર કરવાની સુવિધા નાના બિઝનેસને પોતાના કેટલોગનો પ્રચાર કરવાની તક આપે છે અને વધુ સંભવિત ગ્રાહકો સુધી પહોંચવામાં મદદરૂપ બને છે. WhatsApp Businessના વપરાશકર્તાઓ તેઓની સાથે પહેલેથી જ જોડાયેલા ગ્રાહકોને પોતાનું આખું કેટલોગ મોકલી શકે છે. તેઓ સોશિયલ મીડિયા અને બીજા પ્લેટફોર્મ દ્વારા પોતાના કેટલોગની લિંક ગમે ત્યાં શેર કરી શકે છે, એના કારણે વધુ સંભવિત ખરીદનાર તેઓના બિઝનેસ વિશે જાણી શકે છે અને તેઓની પ્રોડક્ટ અને સેવાઓ વિશે તેમને સીધેસીધો મેસેજ મોકલી શકે છે.
સંબંધિત લેખો
- Android | iPhone| વેબ અને ડેસ્કટોપ પર કેટલોગ કેવી રીતે બનાવવું અને જાળવવું
- Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર તમારા કેટલોગમાં કલેક્શન કેવી રીતે બનાવવું અને તેનું સંચાલન કેવી રીતે કરવું
- Android | iPhone | વેબ અને ડેસ્કટોપ પર તમારા ગ્રાહકો સાથે પ્રોડક્ટ કે સેવા કેવી રીતે શેર કરવી
- કેટલોગ કેવી રીતે જોવું