કાર્ટ વિશે
જો તમે WhatsApp Business ઍપ વાપરી રહ્યા હો, તો તમે હવે તમારા ગ્રાહકોને કાર્ટની સુવિધાથી સહેલાઈથી ઓર્ડર કરવામાં મદદ કરી શકો છો. તમારા કેટલોગમાં રહેલી દરેક પ્રોડક્ટ માટે અલગથી મેસેજ મોકલવાને બદલે, કાર્ટ તમારા ગ્રાહકોને સીધી જ ઓર્ડરની પ્રક્રિયા શરૂ કરવામાં મદદરૂપ બને એવું નવું માધ્યમ પૂરું પાડે છે.
WhatsApp Messenger ઍપ વાપરનારા ગ્રાહકો તમારી સાથેની ચેટમાં તમારા નામની બાજુમાં કે તેઓ જ્યારે તમારી બિઝનેસ પ્રોફાઇલ જુએ ત્યારે ખરીદીનું બટન જોઈ શકશે. આ ખરીદીનું બટન વાપરીને, તેઓ તમારું કેટલોગ જોઈ શકશે અને તમારા કેટલોગમાંથી સીધું જ પોતાના કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકશે.
તેઓ પોતાના કાર્ટમાં ઉમેરેલી દરેક વસ્તુની સંખ્યામાં પણ ફેરફાર કરી શકશે. ઉમેરાઈ ગયા પછી, ગ્રાહકો પાસે તેઓના કાર્ટમાં રહેલી વસ્તુઓને તમારા બિઝનેસ એકાઉન્ટ પર WhatsApp મેસેજ તરીકે મોકલવાનો વિકલ્પ રહેશે.
આ સુવિધાથી તમારા હાલના ગ્રાહકો:
- ઝડપથી ઓર્ડર કરી શકશે
- એકથી વધુ વસ્તુઓ માટે એક જ સમયે પ્રશ્નો પૂછી શકશે
- એક જ વખતે એકથી વધુ વસ્તુઓ ઓર્ડર કરી શકશે
તમારા કાર્ટમાં કેવી રીતે વસ્તુઓ ઉમેરવી એના વિશેની વધુ માહિતી મેળવવા માટે આ ઇન્ફોગ્રાફિક ડાઉનલોડ કરો.