એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાવા વિશે જાણકારી
જો તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો હોય, તો જ્યારે તમે WhatsAppમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને આ મેસેજ દેખાશે: "તમારા ફોન નંબરને WhatsApp વાપરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. 'ગ્રાહક માટે મદદ'નો સંપર્ક કરો."
જો અમને લાગે કે એકાઉન્ટની એક્ટિવિટી અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરે છે, તો અમે તેવાં એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકીએ છીએ.
WhatsAppના યોગ્ય ઉપયોગ અને અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરતી એક્ટિવિટી વિશે વધુ જાણવા માટે અમે અમારી સેવાની શરતોમાં “અમારી સેવાઓના સ્વીકાર્ય ઉપયોગ” વિભાગની ધ્યાનપૂર્વક સમીક્ષા કરવા માટે ભલામણ કરીએ છીએ. WhatsAppનો જવાબદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે તમે મદદ કેન્દ્રના આ લેખમાં વધુ જાણી શકો છો.
કૃપા કરીને ધ્યાનમાં રાખો, તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવતા પહેલાં બની શકે કે અમે આ બાબતની ચેતવણી ન આપીએ. જો તમને લાગે કે તમારા એકાઉન્ટ પર ભૂલથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તો કૃપા કરીને અમને ઇમેઇલ મોકલો અને અમે તમારા કેસની તપાસ કરીશું.