અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

અપડેટ કરેલી સેવાની શરતો અને ગોપનીયતા નીતિ વિષે મારે કંઇક પૂછવું છે

અમે અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિને અપડેટ કરી છે. આ લેખ દ્વારા તમારા મનમાં આ અપડેટ વિષે આવનારા સવાલોના જવાબો મળી જવા જોઈયે.

તમે તમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિને શા માટે અપડેટ કરો છો?

અમે અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિને સમજવામાં સરળ બનાવવા અને WhatsAppની નવી વિશેષતાઓ અને સેવાઓને પ્રતિબિંબિત કરવા માટે તેને અપડેટ કરી રહ્યાં છીયે. દા.ત., અમારી અપડેટ કરેલી સેવાની શરતો અને ગોપનીયતા નીતિ WhatsApp કૉલિંગ, વેબ અને ડેસ્કટોપ માટે WhatsApp, અને શરુઆતથી અંત સુધી ગુપ્તીકરણ જેવી નવી વિશેષતાઓનો, એ જ પ્રમાણે અમારી સેવા દ્વારા વ્યવસાયો સાથે સંચાર કરવામાં તમને મદદરૂપ થવાની અમારી યોજનાઓનો ઉલ્લેખ કરે છે. તે એ વાતની પણ સમજણ આપે છે કે અમે Facebook કુટુંબની કંપનીઓનો ભાગ છીયે. જો કે WhatsApp Facebookથી જુદી સેવા રૂપે ચાલતું રહેશે, અમે થોડી માહિતી Facebook અને Facebook કુટુંબની કંપનીઓ સાથે વહેંચશું, જે અમને વધારે સમવ્યવસ્થીકરણ કરવાની અને અમારી Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સેવાઓના અનુભવોને સુધારવાની સગવડ આપશે.

શું હવે WhatsApp પર વિજ્ઞાપન આવશે?

હજી પણ અમે ત્રીજા પક્ષકારોની જાહેરાતોને WhatsApp ઉપર અનુમતિ નથી આપતાં.

ભવિષ્યમાં, અમે તમારા અને વ્યવસાયો માટે અેકબીજા સાથે WhatsApp દ્વારા સંચાર કરવા માટે નવા રસ્તાઓની શોધ કરતા રહીશું, જેવાં કે, નિર્દેશ, લેવડદેવડ, અને આયોજિત મુલાકાતની માહિતી,ઓના અપડેટ કરવા, શીપિંગ અને વિતરણની સૂચનાઓ, ઉતપાદ અને સેવાનું અદ્યતનકાર્ય અને લે–વેચ વડે. દા.ત., તમને તમારા આવનારા વિમાન પ્રવાસની પરિસ્થિતિ વિષે માહિતી, તમે કાંઈ ખરીદી કરી હોય તેની પહોંચ, અથવા કોઈ વસ્તૂના વિતરણના સમયની સૂચના આપવામાં આવે. તમને મળતા વેચાણને લાગતા સંદેશાઓમાં કદાચ તમને ગમતી કોઈ વસ્તૂની પ્રસ્તાવના હોઈ શકે.

અમે તમને સ્પામી અનુભવ થાય તેવું નથી માગતા; તમારા સંદેશાઓ જેમ જ, તમે આ વહેવારનું સંચાલન કરી શકો છો, અને તમે કરેલી પસંદગીનું અમે સન્માન કરીશું.

Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સાથે કઈ માહિતીનું વિતરણ કરવામાં આવશે?

અમે એવી થોડી માહિતીનું Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સાથે વિતરણ કરવાની યોજના કરીયે છીયે, જે અમને વધારે સમવ્યવસ્થીકરણ કરવાની, જેમ કે સ્પામ અને દુરુપયોગનો સામનો, અને અમારી Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સેવાઓના અનુભવોને સુધારવાની સગવડ આપશે. દા.ત., જ્યારે તમે અમારી અદ્યતનપૂર્ણ શરતો અને ગોપનીયતા નીતિ સાથે સંમતિ આપશો, ત્યારે અમે તમારા ખાતાની થોડીક માહિતી જેમ કે તમારો ફોન નંબર, જેને તમે WhatsApp સાથે નોંધણી કરતા સમયે પ્રમાણિત કર્યું હોય તેનું, એ જ પ્રમાણે તમારું અમારી સેવાના છેલ્લા ઉપયોગનો સમયનું પણ Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સાથે વિતરણ કરીશું.

WhatsApp પર તમે, તમારા સંદેશાઓ, ફોટા,અને ખાતાની માહિતી સમેત, જે કાંઈનું વિતરણ કર્યું હોય, તેનું Facebook અથવા Facebook કુટુંબના કોઈ પણ અૅપ સાથે બીજા લોકોના જોઈ શકવા માટે વિતરણ કરવામાં આવશે નહીં. દૃષ્ટાન્ત રૂપે, એનું અર્થ એ થાય કે, Facebook સાથે થોડી માહિતીનું (જેમ કે તમારો ફોન નંબર) વિતરણ કરવામાં આવશે, તે માહિતીને Facebook પર અન્ય લોકો જોઈ શકશે નહીં. તદુપરાંત, જ્યારે તમે અને તમારા સંપર્કો અમારા અૅપના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરશો, ત્યારે તમારા સંદેશાઓ મૂળભૂત રૂપે બન્ને તરફથી ગુપ્ત થયેલ રહેશે. જ્યારે તમારા સંદેશાઓ બન્ને તરફથી ગુપ્ત થયેલ હોય, ત્યારે માત્ર તમે જેને સંદેશ મોકલશો તે જ તેને વાંચી શકે – નહીં WhatsApp, Facebook, કે અન્ય કોઈ.

તમે Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સાથે માહિતીનું વિતરણ શા માટે કરો છો?

WhatsApp, Facebook કુટુંબની કંપનીઓનો ભાગ છે, અને થોડી માહિતીનું વિતરણ કરવાથી અમને વધારે સમવ્યવસ્થીકરણ કરવાની અને અમારી Facebook અને Facebook કુટુંબની કંપનીઓની સેવાઓના અનુભવોને સુધારવાની સગવડ આપે છે. દાખલા તરીકે:

  • અમે વધારે અસાધારણ ઉપભોક્તાઓની ચોક્કસ રીતે ગણતરી કરી શકશું.
  • અમે સ્પામ અને દુરુપ્યોગ સામે વધારે સારી રીતે લડત આપી શકીયે.
  • જો તમે Facebook ઉપભોક્તા હશો, તો તમે કદાચ વધુ સારા મિત્રતા પ્રસ્તાવો અને Facebook પર વધુ અનુરૂપ જાહેરાતો જોઈ શકશો.

નોંધ: જો તમે વર્તમાન ઉપભોક્તા હોવ, તો તમે Facebook અને Facebook કુટુંબની કંપનીઓ સાથે, તમારી Facebook જાહેરાતો અને ઉત્પાદોના અનુભવોને સુધારવા માટે, તમારા ખાતાની માહિતીનું વિતરણ ના કરવાની પસંદગી કરી શકો છો. કૃપયા તમે કેવી રીતે અને ક્યારે આ પસંદગી કરી શકો તે વિષે માહિતી જુઓ.

જો હું Facebook ઉપભોક્તા ના હોઉં તો શું?

કોઈ મુશ્કેલી નથી. તમે WhatsAppનો ઉપયોગ ચાલૂ રાખી શકો છો. તમારે Facebook ખાતો ખોલવાની કોઈ જરૂર નથી.

શું એનો અર્થ એ છે કે મારી માહિતીનું Facebook ઉપર અન્ય લોકોના જોવા માટે વિતરણ કરવામાં આવશે?

WhatsApp પર તમે, તમારા સંદેશાઓ, ફોટા,અને ખાતાની માહિતી સમેત, જે કાંઈનું વિતરણ કર્યું હોય, તેનું Facebook અથવા Facebook કુટુંબના કોઈ પણ અૅપ સાથે બીજા લોકોના જોઈ શકવા માટે વિતરણ કરવામાં આવશે નહીં. દૃષ્ટાન્ત રૂપે, એનું અર્થ એ થાય કે, Facebook સાથે થોડી માહિતીનું(જેમ કે તમારો ફોન નંબર) વિતરણ કરવામાં આવશે, તે માહિતીને Facebook પર અન્ય લોકો જોઈ શકશે નહીં. તદુપરાંત, જ્યારે તમે અને તમારા સંપર્કો અમારા અૅપના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરશો, ત્યારે તમારા સંદેશાઓ મૂળભૂત રૂપે બન્ને તરફથી ગુપ્ત થયેલ રહેશે. જ્યારે તમારા સંદેશાઓ બન્ને તરફથી ગુપ્ત થયેલ હોય, ત્યારે માત્ર તમે જેને સંદેશ મોકલશો તે જ તેને વાંચી શકે – નહીં WhatsApp, Facebook, કે અન્ય કોઈ.

અમારી અપડેટ કરેલી સેવાની શરતો અને ગોપનીયતા નીતિનો સંપૂર્ણ લખાણ તમે અહીં વાંચી શકો છો.