તરત જવાબની સુવિધાથી, તમે વારંવાર મોકલતા મેસેજ માટે કીબોર્ડ શોર્ટકટ બનાવી શકો છો. તમે તરત જવાબની સુવિધા ટેક્સ્ટ કે મીડિયા મેસેજ મોકલવા વાપરી શકો છો, જેમ કે GIFs, ફોટા અને વીડિયો.
તરત જવાબની સુવિધા સેટ કરવા માટે:
તરત જવાબ આપવા માટે મુખ્ય શબ્દો સેટ કરો.
નોંધ: તમારાં લિસ્ટમાં એકથી વધુ જવાબો સેવ કરેલા હોય, ત્યારે મુખ્ય શબ્દો એ જવાબ પસંદ કરવામાં ઉપયોગી બને છે. તરત જવાબ આપવાની સુવિધા દીઠ તમે ત્રણ મુખ્ય શબ્દો ઉમેરી શકો છો.
તરત જવાબની સુવિધા વાપરવા માટે:
તરત આપવાના જવાબોની ગોઠવણ
જો તમે પહેલેથી જ એકથી વધુ તરત આપવાના જવાબો સેટ કરેલા હોય,તો તમે મુખ્ય શબ્દો અને વપરાશ મુજબ જવાબો ગોઠવી શકો છો.
હાલની ચેટમાં વપરાયેલા તરત જવાબ માટેના મુખ્ય શબ્દો પહેલા બતાવવામાં આવે છે, એના પછી તાજેતરમાં વપરાયેલા તરત જવાબો બતાવવામાં આવે છે.
દાખલા તરીકે: જો તમે આ મહિનાનું ખાસ માટે તરત જવાબ આપવાની સુવિધા સેટ કરેલી છે, તો તમે "ખાસ" અને "મહિનાનું" જેવા જેવા મુખ્ય શબ્દો તરત જવાબ આપવાની સુવિધામાં ઉમેરી શકો છો. હવે, જયારે ગ્રાહકોના મેસેજમાં આ શબ્દોમાંથી કોઈ શબ્દનો ઉપયોગ થયો હશે, ત્યારે તરત આપવાનો જવાબ ઉપર ગોઠવાઈ જશે.
જો મુખ્ય શબ્દો સાથે એકથી વધુ તરત આપવાના જવાબો મેળ ખાતા હોય, તો તે જવાબો મૂળાક્ષરો મુજબ ગોઠવવામાં આવે છે.
મારાથી તરત આપવાના જવાબો કેમ સેવ નથી કરી શકાતા?
તરત આપવાના જવાબો સેવ કરવામાં અમુક મર્યાદાઓ છે એ ધ્યાને લેવી જરૂરી છે. એમાં નીચેની મર્યાદાઓ સામેલ છે:
નોંધ: શોર્ટકટ અને તરત આપવાના જવાબો એમ બન્નેમાં ઇમોજી વાપરી શકાય. વેબ વર્ઝન મીડિયા ફાઇલોને સપોર્ટ નથી કરતું. વેબ કે ડેસ્કટોપ પર WhatsApp બિઝનેસ વાપરતી વખતે તમે માત્ર ટેક્સ્ટમાં તરત જવાબ આપી શકો છો.