અમે તમારા ફોન નંબર માટે પૂછીયે છીયે કારણકે WhatsApp અેના વડે જ તમારા સંપર્કોમાંથી WhatsApp વપરાશકર્તાઓને ઓળખી લે છે અને તમારા માટે મિત્રો અને કુટુંબને સંદેશાઓ મોકલવા સરળ બનાવે છે.
જ્યાં સુધી તમે કોઈ વાતમાં "સંપર્ક શેર કરો" વિશેષતાના ઉપયોગ વડે કોઈ સંપર્કનું વિતરણ ના કરો, ત્યાં સુધી WhatsApp ઉપભોક્તાઓ તમારી સરનામા પુસ્તિકાની માહિતી સુધી પહોંચી નથી શકતા. અમે તમારી ગોપનીયતાની ખૂબ કદર કરીયે છીયે અને અમે તમારી અંગત માહિતીને કોઈને પણ વેચી છે, વેચીયે છીયે, અને ના કદી વેચીશું. જો તમારે વધુ માહિતી મેળવવાની ઈચ્છા હોય તો, કૃપયા અમારી ગોપનીયતા નિતીને વાંચો જે માહિતીના અમારા ઉપયોગનો વિવરણ આપે છે.
કૃપયા નોંધ લો કે WhatsApp નિયમિતપણે તમારી સરનામા પુસ્તિકામાં રહેલ ફોન નંબરોને જોતું રહે છે અને પછી એ વાતની ચકાસણી કરે છે કે કયા નંબરોનું WhatsApp પર પ્રમાણીકરણ કરાયું છે. તમારી સરનામા પુસ્તિકામાં રહેલ દરેક WhatsApp ઉપભોક્તા તમે સંદેશ મોકલી શકો તેવા WhatsApp સંપર્કોમાં તમને દેખાશે. આ અખી ક્રિયા દરમિયાન, ચકાસણી માટે ફોન નંબરો WhatsAppને મોકલવામાં આવે છે, ખરેખર, એક ગુપ્તીકરણ થયેલ કનેક્શન ઉપર. તે પછી આ ઍપ તમને તમારી સરનામા પુસ્તિકામાંથી નામો દેખાડે છે, જેથી તમને ખબર રહે કે તમે કોની સાથે વાતો કરી રહ્યા છો.