તમે બધા માટે અથવા ખાલી તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને ગ્રૂપ કે અંગત ચેટ પર મોકલેલા ચોક્કસ મેસેજ ડિલીટ કરવાની છૂટ આપે છે. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટો મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય.
તમે જે મેસેજ બધા માટે ડિલીટ કરશો એ તમારા મેસેજને મેળવનારાઓની ચેટમાં (*) _"આ મેસેજે ડિલીટ કરાયો છે"_ તરીકે દેખાશે. એ જ રીતે, જો તમને કોઈ ચેટમાં _"આ મેસેજ ડિલીટ કરાયો છે"_ દેખાય, તો એનો અર્થ એ થશે કે મોકલનારે તેમના મેસેજને બધા માટે ડિલીટ કર્યો છે.
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા ઇચ્છતા હો એ ચેટમાં જાઓ.
- મેસેજ પર દબાવી રાખો.
- ડિલીટ કરો > બધા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ:
- મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમારે અને તમારા મેસેજ મેળવનારે Android, iPhone કે Windows Phone માટેનું WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરવું જરૂરી છે.
- (*) જો તમારો મેસેજ મેળવનારા સંપર્કો Android, iPhone અથવા Windows Phone માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા નહિ હોય, તો આ સુવિધા તેઓના ડિવાઇસમાં કામ કરશે નહિ.
- મેસેજ ડિલીટ થાય એ પહેલાં અથવા તો ડિલીટ કરવાની પ્રક્રિયા સફળ ન રહેવા પર, મેળવનારા તમારો મેસેજ જોઈ શકે છે.
- બધા માટે મેસેજ ડિલીટ કરવાની પ્રક્રિયા સફળ ન રહેવા પર તમને એની જાણ કરવામાં આવશે નહિ.
- બધા માટે ડિલીટ કરો વાપરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યાના એક કલાક સુધીનો સમય હશે.
પોતાના માટે મેસેજ ડિલીટ કરવા વિશે
પોતાના માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમને, તમે મોકલેલા કે મેળવેલા મેસેજની કોપી ડિલીટ કરવાની છૂટ આપે છે. આનો તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ ઉલ્લેખ નહિ થાય. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે. પોતાના માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા ઇચ્છતા હો એ ચેટમાં જાઓ.
- મેસેજ પર દબાવી રાખો.
- ડિલીટ કરો > મારા માટે ડિલીટ કરો દબાવો.
તમારા મેસેજ કેવી રીતે ડિલીટ કરાય એ આના પર શીખો: Android | iPhone