તમે તમારા એકાઉન્ટને WhatsAppમાંથી ડિલીટ કરી શકો છો. એક વાર એકાઉન્ટ ડિલીટ કર્યા પછી તેને પાછું મેળવી શકાતું નથી. તમારાથી ભૂલથી ડિલીટ થઈ જાય તો પણ.
તમારું એકાઉન્ટ ડિલીટ કરવા માટે
- WhatsApp ખોલો.
- સેટિંગ > એકાઉન્ટ > મારું એકાઉન્ટ ડિલીટ કરો પર જાઓ.
- આંતરરાષ્ટ્રીય રીત મુજબ તમારો આખો ફોન નંબર લખો અને મારું એકાઉન્ટ ડિલીટ કરો પર દબાવો.
તમારું એકાઉન્ટ ડિલીટ કરવાથી
- તમારી એકાઉન્ટની માહિતી અને પ્રોફાઇલ ફોટો ડિલીટ થઈ જશે.
- તમારા બધાં WhatsApp ગ્રૂપમાંથી તમને ડિલીટ કરી દેવાશે.
- તમારા ફોન પરની WhatsApp મેસેજ હિસ્ટરી અને iCloud પરનો બેકઅપ ડિલીટ થઈ જશે.
જો તમે તમારું એકાઉન્ટ ડિલીટ કરો, તો:
- તમે તમારા એકાઉન્ટમાં ફરી પ્રવેશ કરી શકતા નથી.
- બેકઅપ સિસ્ટમમાં રહેલા ડેટાને ડિલીટ થવામાં 90 દિવસ સુધીનો સમય લાગી શકે છે. આ સમય દરમિયાન તમારી માહિતી WhatsApp પર ઉપલબ્ધ નહિ હોય.
- આનાથી બીજા વપરાશકર્તાઓ પાસે રહેલી તમારી માહિતીની કોપિ, જેમ કે, તમે મોકલેલા મેસેજ, ફોટો, વીડિયો વગેરે પર કોઈ અસર થતી નથી.
- અમારા ડેટાબેઝમાં તમે કરેલા, તમને આવેલા અને છૂટી ગયેલા કૉલનો રેકોર્ડ રહે છે, પણ તેને તમારા નામથી સેવ કરાતો નથી.
- અમે કાનૂની હેતુઓ (જેમ કે, છેતરપિંડી અને અન્ય ગેરકાનૂની પ્રવૃત્તિઓના નિકાલ માટે) તમારી માહિતી સાચવી શકીએ છીએ. વધુ જાણકારી માટે કૃપા કરીને અમારી પ્રાઇવસી પોલિસીનો કાયદો અને સુરક્ષા વિભાગ જુઓ.
- અન્ય Facebook કંપનીઓ સાથે શેર કરેલી તમારી અંગત માહિતી પણ ડિલીટ કરવામાં આવશે.
Android | Windows Phone પર તમારું એકાઉન્ટ ડિલીટ કરતા શીખો.