અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

હું વેબ માટે WhatsAppનો કેવી રીતે ઉપયોગ કરું?

તમને અેક પરિપૂર્ણ વહેવાર અનુભવ પ્રદાન કરવા માટે, WhatsApp હવે તમારા ફોન અને કોમ્પ્યુટર બન્ને પર પામી શકાય છે. વેબ માટે WhatsApp, તમારા ફોન પરના WhatsApp ખાતાનો કોમ્પ્યુટર પર આધારિત વિસ્તૃત રૂપ છે. શંદેશાઅો જે તમે મોકલો અને પ્રાપ્ત કરો, તે સંપૂર્ણ રીતે તમારા ફોન અને તમારા કોમ્પ્યુટર વચ્ચે સમાયોજિત થઈ જાય છે, અને તમે તમારા બધા સંદેશાઅોને બન્ને ઉપકરણો ઉપર જોઈ શકો છો. તમે જે પણ ક્રિયા ફોન ઉપર કરશો તે વેબ માટે WhatsApp ઉપર લાગુ પડશે અને જો વેબ માટે WhatsApp પર કરશો તે ફોન ઉપર લાગુ પડશે. હાલમાં, વેબ માટે WhatsApp ફક્ત Android, iPhone 8.1+, Windows Phone 8.0 અને 8.1, Nokia S60, Nokia S40 EVO, BlackBerry અને BlackBerry 10 સ્માર્ટ ફોન્સ માટે જ ઉપલબ્ધ છે.

વેબ માટે WhatsApp અે WhatsAppનો જુદો ખાતો નથી. જ્યારે તમે WhatsAppને તમારા કોમ્પ્યુટર ઉપર કે તમારા ફોન ઉપર ચલાવો છો, ત્યારે તમે અેક જ ખાતાનો અા બન્ને ઉપકરણો ઉપર ઉપયોગ કરો છો.

વેબ માટે WhatsAppને માણવા માટે અલ્પતમ આવશ્યકતાઅો

 • તમારી પાસે તમારા ફોન ઉપર અેક સક્રિય WhatsApp ખાતો હોવો જરૂરી છે.
 • તમારી પાસે તમારા ફોન અને તમારા કોમ્પ્યુટર, બન્ને ઉપર અેક પ્રબળ અને સ્થાયી ઇનટરનેટ જોડાણ હોવો જરૂરી છે.
 • તમારે તમારા કોમ્પ્યુટર ઉપર તમારા વેબ બ્રાઉઝર રૂપે Chrome, Firefox, Opera, Safari અથવા Edgeના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરવો જરૂરી છે.

વેબ માટે WhatsApp સાથે પ્રારંભ કરવા માટે

 1. તમારા કોમ્પ્યુટર ઉપર web.whatsapp.com પર જાઅો.
 2. તમારા ફોન ઉપર WhatsApp ખોલો.
  • Android પર: વાતો સ્ક્રીનમાં > મેનુ > વેબ માટે WhatsApp.
  • Nokia S60 અને Windows Phone પર: મેનુ > વેબ માટે WhatsApp પર જાઅો.
  • iPhone પર: સેટિંગ્સ > વેબ માટે WhatsApp પર જાઅો.
  • BlackBerry પર: વાતો > મેનુ > વેબ માટે WhatsApp પર જાઅો.
  • BlackBerry 10 પર: સ્ક્રીન ઉપરથી નીચે સરકાવો > વેબ માટે WhatsApp.
  • Nokia S40 પર: સ્ક્રીન નીચેથી ઉપર સરકાવો > વેબ માટે WhatsApp.
 3. તમારા ફોનમાંથી તમારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપરના QR કોડને સ્કૅન કરો.

તમારા ફોન પરથી, તમારા લૉગ ઇન કરેલા કોમ્પ્યુટરો જોવા કે કોઇ સક્રિય વેબ માટે WhatsApp પ્રવૃત્તિમાંથી બહાર નીકળવા માટે વેબ માટે WhatsApp ઉપર જાઅો.

નોંધ: તમારા ફોન ઉપરના ડેટા વપરાશના ચારજિસથી બચવા માટે, અમારી સલાહ છે કે તમે વેબ માટે WhatsAppના ઉપયોગ દરમિયાન Wi-Fiથી જોડાયેલ રહો.