તમે બધા માટે અથવા ખાલી તમારા માટે મેસેજ ડિલીટ કરી શકો છો.
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે
બધા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધા તમે ગ્રૂપ કે અંગત ચેટમાં મોકલેલા કોઈ પણ મેસેજને ડિલીટ કરી શકો છો. ખાસ કરીને આ ત્યારે કામમાં આવે છે જ્યારે તમે ખોટો મેસેજ મોકલ્યો હોય અથવા તમે મોકલેલા મેસેજમાં કોઈ ભૂલ હોય.
તમે જે મેસેજ બધા માટે ડિલીટ કરશો એ તમારા મેસેજને મેળવનારાઓની ચેટમાં (*) _"આ મેસેજે ડિલીટ કરાયો છે"_ તરીકે દેખાશે. એ જ રીતે, જો તમને કોઈ ચેટમાં _"આ મેસેજ ડિલીટ કરાયો છે"_ દેખાય, તો એનો અર્થ એ થશે કે મોકલનારે તેમના મેસેજને બધા માટે ડિલીટ કર્યો છે.
બધા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા ઇચ્છતા હો એ ચેટમાં જાઓ.
- તે મેસેજને પર દબાવી રાખો > મેનુમાંથી ડિલીટ કરો
પસંદ કરો. વૈકલ્પિક રીતે, એક સાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુ
પર દબાવો અને મેનુમાંથી > ડિલીટ કરો પર દબાવો.
- ડિલીટ કરો
> બધા માટે ડિલીટ કરો ઉપર દબાવો.
નોંધ:
- મેસેજ બધા માટે સફળ રીતે ડિલીટ કરવા માટે, તમારે અને તમારો મેસેજ મેળવનારે Android, iPhone કે Windows Phone માટેના WhatsAppનું નવામાં નવું વર્ઝન વાપરવું જરૂરી છે.
- (*) જો તમારો મેસેજ મેળવનારા સંપર્કો Android, iPhone અથવા Windows Phone માટે WhatsAppનું નવામાં નવું વર્ઝન વાપરતા નહિ હોય, તો આ સુવિધા તેઓના ડિવાઇસમાં કામ કરશે નહિ.
- જો તમે સફળ રીતે મેસેજ ડિલીટ કરી શકો નહિ તો મેળવનાર તમારો મેસેજ ડિલીટ થયા પહેલાં જોઈ શકે.
- જો દરેક માટે મેસેજ ડિલીટ કરવાનું સફળ ન થાય, તો હોય તો તમને જણાવવામાં આવશે નહિ.
- બધા માટે ડિલીટ કરો વાપરવા માટે તમારી પાસે મેસેજ મોકલ્યાના એક કલાક સુધીનો સમય હશે.
તમારા માટે મેસેજ ડિલીટ કરો
તમારા માટે મેસેજ ડિલીટ કરવાની સુવિધામાં તમે મોકલલા મેસેજની કોપિ અથવા તમારા ફોન પર મેળવેલા બીજા મેસેજને તમારા માટે ડિલીટ કરવાનો સમાવેશ થાય છે. આમાં તમારો મેસેજ મેળવનારની ચેટમાં કોઈ ઉલ્લેખ નહિ થાય. તમારો મેસેજ મેળવનારા એ મેસેજ હજી પણ તેઓની ચેટ સ્ક્રીનમાં જોઈ શકશે. તમારા માટે મેસેજ ડિલીટ કરવા માટે:
- WhatsApp ખોલો અને તમે જે મેસેજ ડિલીટ કરવા ઇચ્છતા હો એ ચેટમાં જાઓ.
- તે મેસેજને પર દબાવી રાખો > મેનુમાંથી ડિલીટ કરો
પસંદ કરો. વૈકલ્પિક રીતે, એક સાથે વધારે મેસેજ ડિલીટ કરવા માટે વધુ મેસેજ પસંદ કરો.
- જો સ્ક્રીન પર આવે, તો વધુ
પર દબાવો અને મેનુમાંથી > ડિલીટ કરો પર દબાવો.
- ડિલીટ
> મારા માટે ડિલીટ કરો પર દબાવો.
નોંધ: કૃપયા એ વાતને સમજો કે અમે તમારા સંદેશાઓને પહોંચાડી દીધા પછી અમારા સરવરો પર જમા કરીને રાખતા નથી.
તમારા મેસેજ કેવી રીતે ડિલીટ કરાય એ આના પર શીખો: Android | Windows Phone