નીચે જણાવેલાં ડિવાઇસ માટે અમે સપોર્ટ પૂરો પાડીએ છીએ અને તેને વાપરવાં માટે ભલામણ કરીએ છીએ:
તમારી પાસે આ ડિવાઇસ આવી જાય પછી, તેમાં WhatsApp ઇન્સ્ટોલ કરો અને તમારા ફોન નંબરની ખાતરી કરો. યાદો રાખો કે WhatsApp એક સમયે એક ફોન નંબરથી એક જ ડિવાઇસ પર ચાલી શકે છે. વધુમાં, હમણાં જુદાં જુદાં પ્લેટફોર્મ પર તમારી ચેટ હિસ્ટરી ટ્રાન્સફર કરવાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. જોકે, અમે તમારી ચેટ હિસ્ટરીને બીજા ડિવાઇસ પર મોકલવા માટેના વિકલ્પ તરીકે ઇમેઇલ જોડાણનો વિકલ્પ આપ્યો છે. Android | iPhone | Windows Phone પર તમારી ચેટ હિસ્ટરી કેવી રીતે એક્સપોર્ટ કરવી એ શીખો.
નીચે જણાવેલી ઓપરેટિંગ સિસ્ટમ માટે, તમે હવે ન તો નવાં એકાઉન્ટ બનાવી શકશો, ન તો ચાલુ એકાઉન્ટની ફરીથી ખાતરી કરી શકશો. જોકે, તમે WhatsAppનો ઉપયોગ આના પર ચાલુ રાખી શકશો:
તમે 31 ડિસેમ્બર, 2019 પછી બધી Windows Phone ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકશો નહિ અને બની શકે કે 1 જુલાઈ, 2019 પછી WhatsApp, Microsoft સ્ટોર પર ઉપલબ્ધ ન હોય.
નોંધ: અમે હવે આ ઓપરેટિંગ સિસ્ટમ પર કંઈ પણ નવા સુધારા ન કરતા હોવાથી, અમુક સુવિધાઓ કોઈ પણ સમયે કામ કરતી બંધ થઈ શકે છે.