પ્રસારણ સૂચિ વિશેષતા વડે, તમે તમારા ઘણા બધાં સંપર્કોને અેકસાથે સંદેશ મોકલી શકો છો.
પ્રસારણ સૂચિઅો સંદેશ પ્રાપ્તકર્તાઅોની અે સચવાયેલી યાદીઅો હોય છે, જેમને દર વખત તેમને ગોતીને પસંદ કર્યા વગર તમે વારેઘડીયે પ્રસારણ સંદેશાઅો મોકલી શકો છો.
પ્રસારણ સૂચિની રચના કરવા માટે:
અાનાથી પ્રસારણ પ્રાપ્તકર્તાઅોની અેક નવી યાદી તૈયાર થશે. જ્યારે તમે પ્રસારણ સૂચિમાં કોઈ સંદેશ મોકલશો, તો તે સૂચિમાં રહેલ તમામ પ્રાપ્તકર્તાઅોને તે મોકલાશે. પ્રાપ્તકર્તાઅોને તે સંદેશ સામાન્ય સંદેશની જેમ જ મળશે. જ્યારે તેઅો જવાબ અાપશે, ત્યારે તે જવાબ તમારી વાતોની સ્ક્રીન પર સામાન્ય સંદેશની ભાંતિ દેખાશે; તે જવાબ પ્રસારણ સૂચિમાં ઉમેરાયેલ બાકી પ્રાપ્તકર્તાઅોને મોકલવામાં અાવશે નહીં.
નોંધ: ફક્ત તે સંપર્કો જેમણે તેમના ફોનની સરનામા પુસ્તિકામાં તમને ઉમેર્યાં હશે તેઅો જ તમારું પ્રસારણ સંદેશ પ્રાપ્ત કરશે. જો તમારા સંપર્કને તમારા પ્રસારણ સંદેશાઅો ના મળી શકતા હોય, તો ખાતરી કરી લો કે તેમણે પોતાની સરનામા પુસ્તિકામાં તમને ઉમેર્યાં છે. પ્રસારણ સૂચિઅો અેક-થી-અનેક સંચાર હોય છે. જો તમારી ઈચ્છા તમારા પ્રાપ્તકર્તાઅોને કોઈ સમૂહ વાર્તાલાપમાં ભાગ લેવડાવવાની હોય, તો તમારે અેક સમૂહની રચના કરવી પડે.
પ્રસારણ સૂચિ વિષે વધુ માહિતી અહીં મેળવો: iPhone | Windows Phone