જો તમે WhatsApp સાથે કનેક્ટ ના થઈ શકતા હો, તો મોટા ભાગે એવું તમારા ઇન્ટરનેટ કનેક્શન કે પછી તમારા ફોનની સેટિંગમાં કોઈ મુશ્કેલી હોવાના કારણે થાય.
મુશ્કેલીનો ઉકેલ
ઇન્ટરનેટ કનેક્શનને લગતી મોટા ભાગની મુશ્કેલીઓ નીચેનાં પગલાં ભરીને દૂર કરી શકાય છે:
- તમારો ફોન ફરી ચાલુ કરીને જુઓ અથવા તેને સંપૂર્ણ રીતે બંધ કરીને ચાલુ કરી જુઓ.
- Microsoft સ્ટોર પર ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને વાયરલેસ > એરપ્લેન મોડમાં જઈને એરપ્લેન મોડને બંધ અને ચાલુ કરો.
- તમારા ફોનનાંં સેટિંગ ખોલી > નેટવર્ક અને વાયરલેસ > સેલ્યુલર અને સીમમાં જઈને > સેલ્યુલર ડેટાને ચાલુ કરો.
- તમારા ફોનનાં સેટિંગ ખોલી > નેટવર્ક અને વાયરલેસ > વાઇ-ફાઇ પર જઈને > વાઇ-ફાઇને બંધ કરો અને ફરી ચાલુ કરો.
- કોઈ જુદા વાઇ-ફાઇ હોટસ્પોટથી કનેક્ટ કરવાનો પ્રયત્ન કરો.
- ખાતરી કરો કે વાઇ-ફાઇ સ્લીપ મોડમાં ચાલુ રહે.
- તમારા વાઇ-ફાઇ રાઉટરને રીબૂટ કરો.
- તમારા મોબાઇલ ઓપરેટરનો સંપર્ક કરો અથવા તો Microsoft વેબસાઇટ પર જાઓ અને ખાતરી કરો કે તમે તમારાં APN સેટિંગ સાચી રીતે રાખેલા છે.
- જો તમારી પાસે Nokiaનો Windows Phone હોય, તો Microsoft સ્ટોર પરથી કનેક્શન સેટઅપ ઍપને ડાઉનલોડ કરીને વાપરવાનો પ્રયત્ન કરો.
- તમારા ફોનને ઉપલબ્ધ લેટેસ્ટ Windows Phone ઓપરેટિંગ સિસ્ટમથી અપગ્રેડ કરો.
- તમે સામાન્ય રીતે વાપરતા ન હો એવા વાઇ-ફાઇ કનેક્શન પર WhatsApp સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવી રહી હોય, તો નેટવર્ક એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
- જો તમે કોઈ કેમ્પસ કે સંસ્થાના વાઇ-ફાઇ પર હો, જેમાં ફાયરવોલની મર્યાદા સેટ કરેલી હોયે, તો એડમિનિસ્ટ્રેટરનો સંપર્ક કરો.
- WhatsAppને પ્રોક્સી કે VPN સેવાઓ પર વાપરવા માટે ડિઝાઇન કરેલું નથી, તેથી આવી સેવાઓ માટે અમે સપોર્ટ આપી શકતા નથી.
WhatsApp મેસેજ માટેનાં નોટિફિકેશન મેળવવામાં આવતી મુશ્કેલીના ઉકેલ માટે, આ લેખ વાંચો.
કનેક્શનને લગતી મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે લાવવો તે માટે અહીં શીખો: Android | iPhone