પ્રાઇવસી અને સુરક્ષા અમારા ડીએનએમાં છે, એટલે જ અમે શરૂથી અંત સુધી સુરક્ષા પૂરી પાડીએ છીએ. જ્યારે શરૂથી અંત સુધી સુરક્ષિત હોય, ત્યારે તમારા મેસેજ, ફોટા, વીડિયો, વોઇસ મેસેજ, ડોક્યુમેન્ટ, સ્ટેટસ અપડેટ અને કૉલ ખોટા હાથમાં પડવા સામે સુરક્ષિત છે.
WhatsAppની શરૂથી અંત સુધીની સુરક્ષા, એ વાતની ખાતરી કરે છે કે તમે અને તમે જેની સાથે વાતચીત કરો છો એ જ માત્ર એકબીજાના મેસેજ વાંચી શકે, બીજું કોઈ જ નહિ, WhatsApp પણ નહિ. તમારા મેસેજ લૉકથી સુરક્ષિત હોય છે, અને માત્ર તમારી અને મેળવનાર પાસે જ એને ખોલીને વાંચવા માટેની ખાસ ચાવી હોય છે. વધુ સુરક્ષા માટે, તમે મોકલો છો એ દરેક મેસેજ એક અલગ લૉક અને ચાવીથી સુરક્ષિત છે. આ બધું આપમેળે થાય છે: તમારા મેસેજ સુરક્ષિત રાખવા માટે ના તો સેટિંગ ચાલુ કરવાની જરૂર છે કે ના તો કોઈ ખાનગી ચેટ માટે સેટ અપની જરૂર છે.
મહત્ત્વનું: શરૂથી અંત સુધીની સુરક્ષા હંમેશાં ચાલુ હોય છે. શરૂથી અંત સુધીની સુરક્ષાને બંધ કરવાની કોઈ રીત નથી.
તમારી દરેક ચેટ માટે એક ખાસ સુરક્ષા કોડ હોય છે, જેનો ઉપયોગ તમે કરેલા કૉલ અને મોકલેલા મેસેજ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે થાય છે.
નોંધ: ખાતરી કરવાની પ્રક્રિયા વૈકલ્પિક છે અને તેનો ઉપયોગ તમે મોકલેલા મેસેજ શરૂથી અંત સુધી સુરક્ષિત છે એની માત્ર ખાતરી કરવા માટે કરાય છે.
આ કોડને સંપર્કની માહિતી વાળી સ્ક્રીન પર જોઈ શકાય છે, એક QR કોડ અને એક 60 આંકડાવાળા નંબર રૂપે. આ કોડ દરેક ચેટમાં જુદો હોય છે અને તમે ચેટમાં જે મેસેજ મોકલો છો એ શરૂથી અંત સુધી સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે તમે આવા કોડને બન્ને વ્યક્તિઓની ચેટમાં સરખાવી શકો છે. સુરક્ષા કોડ તો ખાલી તમારા બન્ને વચ્ચે શેર કરેલી એક ખાસ ચાવી તરીકે દેખાય છે - અને ચિંતા ના કરતા, તે અસલી ચાવી નથી હોતી, એને હંમેશાં ખાનગી જ રખાય છે.
જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે હો, તો તમારામાંથી કોઈ પણ QR કોડને સ્કેન કરી શકે છે અથવા તો 60 અંકનો નંબર સરખાવી શકે છે. જો તમે QR કોડને સ્કેન કરો અને કોડ ખરેખર સરખો હશે, તો એક લીલા રંગની ખરાની નિશાની દેખાશે. બન્ને મેળ ખાતા હોવાથી, તમે બેફિકર રહી શકો છો કે તમારા કૉલ કે મેસેજ કોઈ આંતરી રહ્યું નથી.
જો કોડ મેળ ન ખાતા હોય, તો બની શકે કે તમે કોઈ અલગ સંપર્કનો કોડ અથવા તો અલગ નંબર સ્કેન કરી રહ્યા હો. જો તમારા સંપર્કે હમણાં જ WhatsApp ફરી ઇન્સ્ટોલ કર્યું હોય અથવા તો ફોન બદલ્યો હોય, તો અમે તમને તમારા સંપર્કને નવો મેસેજ મોકલીને કોડ રિફ્રેશ કર્યા પછી સ્કેન કરવાની ભલામણ કરીએ છીએ.
આ લેખમાં સુરક્ષા કોડમાં થતા બદલાવ વિશે વધુ જાણો.
જો તમે અને તમારો સંપર્ક એકબીજાની સાથે ન હો, તો તમે તેઓને 60 અંકનો નંબર મોકલી શકો છો. એક વાર તમારા સંપર્કને કોડ મળી જાય એટલે તેમને જણાવો કે કોડને લખી લે અને તેને ડેટા કવચ નીચે સંપર્ક માહિતી સ્ક્રીન પર દેખાતા 60 અંકના નંબર સાથે સરખાવી લે. Android, iPhone અને Windows Phone માટે 60 અંકનો નંબર SMS, ઇમેઇલ વગેરેથી મોકલવા માટે તમે સુરક્ષા કોડની ખાતરી કરો સ્ક્રીન પર આવેલું શેર કરો બટન વાપરી શકો છો.
WhatsAppના બધા મેસેજ અને કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત છે. જો કે એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે તમે કોઈ બિઝનેસનો સંપર્ક કરો છો ત્યારે તેની સાથે સંકળાયેલા ઘણા લોકો તમારા મેસેજ જોઈ શકે છે. કોઈ બિઝનેસ તેમના વાતચીત વ્યવહારના સંચાલન માટે બીજી કંપનીને રાખી શકે છે - જેમ કે, તમારા મેસેજને સાચવવા, વાંચવા કે તેનો જવાબ આપવા.
તમે જે બિઝનેસ સાથે વાતચીત કરો છો તેઓની એ જવાબદારી છે કે તે પોતાની પ્રાઇવસી પોલિસી મુજબ તમારા મેસેજને સંભાળે. વધુ માહિતી માટે, કૃપા કરીને તે બિઝનેસનો સીધો સંપર્ક કરો. આ લેખમાં બિઝનેસ મેસેજની શરૂથી અંત સુધીની સુરક્ષા વિશે વધુ જાણો.
WhatsApp જે સેવા પૂરી પાડે છે તેના માટે સુરક્ષા ખૂબ અગત્યની છે. અમે 2016માં WhatsApp પર કરાતા બધા મેસેજ અને કૉલ માટે ‘શરૂથી અંત સુધી સુરક્ષિત’ સુવિધા લાગુ કરી દીધી હતી. જેથી, કોઈની પાસે પણ તમારી વાતચીત આંતરવાનો વિકલ્પ ન રહે, તેમાં અમે પણ સામેલ છીએ. ત્યારથી, ડિજિટલ સુરક્ષા વધુ અગત્યની થઈ ગઈ છે. અમે ઘણા એવા દાખલાઓ જોયા છેે જેમાં અપરાધી હેકર દ્વારા ગેરકાયદેસર રીતે ખાનગી ડેટા પડાવીને ટેક્નોલોજીના દુરુપયોગથી તે ચોરાયેલી માહિતી વાપરીને લોકોને હેરાન કરાયા હોય. તેથી, જેમ જેમ અમે નવી સુવિધાઓ - જેવી કે વીડિયો કૉલિંગ અને સ્ટેટસ બહાર પાડી, તેમ તેમ અમે આ સુવિધાઓ માટે પણ શરૂથી અંત સુધી સુરક્ષા પૂરી પાડી છે.
WhatsApp પોતે, WhatsApp પર કરતા મેસેજનું લખાણ વાંચવાની કે કૉલ સાંભળવાની ક્ષમતા ધરાવતું નથી. આનું કારણ એ છે કે, WhatsApp પર તમે મોકલેલા મેસેજનું ડેટા કવચ માત્ર તમારા ડિવાઇસ પર જ ખોલી કે બંધ કરી શકાય છે. કોઈ મેસેજ તમારા ડિવાઇસ પરથી જાય તે પહેલાં, તે મેસેજના લખાણને કોડમાં બદલીને તેને લૉક કરવામાં આવે છે અને માત્ર મેળવનાર પાસે તેની ચાવી હોય છે. આ ઉપરાંત, મોકલાતા દરેક મેસેજ માટે ચાવી અલગ હોય છે. આ પ્રક્રિયા પડદા પાછળ ચાલતી હોય, ત્યારે તમે તમારા ડિવાઇસ પર સુરક્ષા ખાતરીનો કોડ ચકાસીને તમારી વાતચીત સુરક્ષિત છે કે નહિ તેની ખાતરી કરી શકો છો. તમે આ બધું કેવી રીતે કામ કરે છે તેના વિશે વધુ જાણકારી અમારા શ્વેતપત્રમાંથી મેળવી શકો છો.
સ્વાભાવિક રીતે, કાયદાના અમલને લાગતાં કામો માટે લોકો શરૂથી અંત સુધીની સુરક્ષા શું છે તે પૂછે છે. દુનિયાભરની સરકારી એજન્સીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે કરાતા કામોને WhatsApp બિરદાવે છે. અમે, લાગુ થતા કાયદા અને પોલિસી મુજબ સરકારી એજન્સીઓ પાસેથી આવતી વિનંતીઓની કાળજીપૂર્વક સમીક્ષા કરીને તેનો કાયદેસર જવાબ આપીએ છીએ અને ઇમર્જન્સી વિનંતીઓને જવાબ આપવમાં પ્રાથમિકતા આપીએ છીએ. અમારા શૈક્ષણિક પ્રયત્નોના ભાગરૂપે, સરકારી એજન્સીઓને માહિતગાર કરવા અમે અમારા દ્વારા ભેગી કરાતી મર્યાદિત માહિતી વિશે અને સરકારી એજન્સીઓ WhatsApp પાસેથી માહિતી મેળવવા કેવી રીતે સંપર્ક કરી શકે છે તે વિશે જાણકારી પ્રકાશિત કરી હતી, જે તમે અહીં વાંચી શકો છો.
WhatsApp પર તમારી સુરક્ષા વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને WhatsApp સુરક્ષા પર જાઓ.