જો iCloud પરથી બેકઅપ લેવામાં કે પાછો મેળવવામાં તમને કોઈ મુશ્કેલી પડે, તો બની શકે કે આ સમસ્યા WhatsApp સાથે નહિ પણ iCloud એકાઉન્ટ સાથે હોય. જો iCloud માટે તમને કોઈ મદદ જોઈએ, તો કૃપા કરીને Apple Supportનો સંપર્ક કરો.
બેકઅપ બનાવી શકાતો નથી
જો તમે iCloud બેકઅપ બનાવી શકતા ન હો, તો:
- ખાતરી કરો કે તમે iCloudમાં પ્રવેશ માટે વાપરો છો તે Apple આઇડીથી સાઇન ઇન કર્યું હોય.
- ખાતરી કરો કે iCloud Drive ચાલુ છે.
- જો તમે iOS 7 વાળા iPhone પર બેકઅપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તો ખાતરી કરો કે તમારા Apple આઇડીનો ઉપયોગ કરતા કોઈ પણ ડિવાઇસ પર iCloud Drive ક્યારેય પણ ચાલુ કરાઈ ના હોય.
- જો તમે તમારા Apple આઇડીનો ઉપયોગ કરતા કોઈ પણ ડિવાઇસ માટે iCloud Drive ચાલુ કરી હશે, તો તમે iOS 7 પર ડેટા અપલોડ નહિ કરી શકો. જો iCloud Driveને પહેલાં ચાલુ કરીને બંધ કરી દીધી હશે, તો પણ તમે કોઈ iOS 7 ડિવાઇસ પર બેકઅપ નહિ લઈ શકો. બેકઅપ લેવા માટે તમારે iOS 8 કે તેના પછીના વર્ઝન પર અપડેટ કરવું પડશે.
- ખાતરી કરો કે બેકઅપ બનાવવા માટે તમારા iCloud એકાઉન્ટમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે.
- જો તમે મોબાઇલ ડેટા નેટવર્ક પર બેકઅપ લેવાનો પ્રયત્ન કરી રહ્યા હો, તો ખાતરી કરો કે તમે iCloud માટે મોબાઇલ ડેટાનો વપરાશ ચાલુ કર્યો છે.
- WhatsApp > સેટિંગ > ચેટ > ચેટ બેકઅપ > હમણાં બેકઅપ લો પર જઈને જાતે બેકઅપ લો.
- કોઈ બીજા નેટવર્ક પર બેકઅપ બનાવવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને એવા નેટવર્ક પર જેને તમે વધારે વાપરતા હો.
બેકઅપ પાછો મેળવી શકાતો નથી
જો તમે iCloud બેકઅપ પાછો મેળવી શકતા ન હો, તો:
- ખાતરી કરો કે તમે એ જ ફોન નંબર અને iCloud એકાઉન્ટ પરથી ડેટા પાછો મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, જેનો ઉપયોગ કરીને બેકઅપ લીધો હતો.
- ખાતરી કરો કે બેકઅપ પાછો મેળવવા માટે તમારા iPhoneમાં પૂરતી જગ્યા છે. તમારા બેકઅપના અસલ કદ કરતાં તમારા iCloud એકાઉન્ટ અને ફોનમાં ઓછામાં ઓછી 2.05 ગણી જગ્યા ખાલી હોવી જરૂરી છે.
- જો iCloud Driveનો ઉપયોગ કરીને બેકઅપ લેવાયો હતો, તો તમે માત્ર iOS 8 કે તેના પછીના વર્ઝન ધરાવતા iPhone પર જ તે બેકઅપ પાછો મેળવી શકશો.
- જો તમે તમારા Apple આઇડીનો ઉપયોગ કરીને કોઈ પણ ડિવાઇસ માટે iCloud Drive ચાલુ કરી હશે, તો તમે iOS 8 કે તેના પછીના વર્ઝન ધરાવતા iPhone પર જ ડેટા પાછો મેળવી શકશો.
- કોઈ બીજા નેટવર્ક પર બેકઅપ પાછો મેળવવાનો પ્રયત્ન કરો. ખાસ કરીને એવા નેટવર્ક પર જેને તમે વધારે વાપરતા હો.
સંબંધિત લેખો:
- iPhoneમાંથી iCloud પર બેકઅપ કેવી રીતે લેવો.
- iPhone પર તમારી ચેટ હિસ્ટરી કેવી રીતે પાછી મેળવવી.