પ્રસારણ સૂચિ વિશેષતા દ્વારા, તમે તમારા ઘણા બધાં સંપર્કોને એકસાથે કોઈ સંદેશ મોકલી શકો છો.
પ્રસારણ સૂચિઓ સંદેશ પ્રાપ્તકર્તાઓની એવી સાચવેલી યાદીઓ હોય છે, જેમાં તમે વારંવાર પ્રસારણ સંદેશાઓ મોકલી શકો છો, પ્રાપ્તકર્તાઓને વારે ઘડીયે દરેક વખત ચૂંટ્યા વગર.
પ્રસારણ સૂચિની રચના કરવા માટે:
આથી એક નવી પ્રસારણ સૂચિ તૈયાર થશે. જ્યારે તમે પ્રસારણ સૂચિમાં કોઈ સંદેશ મોકલશો, ત્યારે સૂચિમાં ઉમેરાયેલ તે સઘળા પ્રાપ્તકર્તાઓને તે સંદેશ મોકલવામાં આવશે જેમની પાસે તેમની સરનામા પુસ્તિકાઓમાં તમારો નંબર ઉતારેલ હશે. પ્રાપ્તકર્તાઓને તે સંદેશ સાદા સંદેશ રૂપે મળશે. જ્યારે તેઓ જવાબ આપશે, ત્યારે તે એક સાદા સંદેશ રૂપે તમારી વાતો સ્ક્રીન ઉપર દેખાશે; તેમનો જવાબ પ્રસારણ સૂચિમાં રહેલ અન્ય પ્રાપ્તકર્તાઓને મોકલવામાં આવશે નહીં.
પ્રસારણ સૂચિઓ વિષે વધુ માહિતી માટે અહીં જુઓ: Android | Windows Phone