અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ

ગોપનીયતા અને સુરક્ષા અમારી નસેનસમાં સમાવેલ છે, અે જ કાણ છે કે અમે અમારા અૅપના નવીનતમ સંસ્કરણમાં શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ શામેલ કર્યું છે. જ્યારે બન્ને તરફથી ગુપ્ત થયેલ હોય, ત્યારે તમારા સંદેશાઓ, ફોટા, વીડિયો, ધ્વનિ સંદેશાઓ, દસ્તાવેજો, સ્થિતિ અપડેટ્સ અને કૉલ્સ અનિષ્ટ લોકોના હાથમાં પડવાથી સુરક્ષિત હોય છે.

શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ ત્યારે જ મળી શકે છે જ્યારે તમે અને તમે જેને સંદેશ મોકલો તે બન્ને WhatsAppના તાજા સંસ્કરણ પર હોવ.

WhatsAppનું શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ એ વાતની ખાતરી આપે છે કે ફક્ત તમે અને તમે જેની સાથે ચર્ચા વિચારણા કરતા હોવ, તે જ જે પણ મોકલાય તેને વાંચી શકો, અને વચ્ચે કોઈ પણ નહીં, WhatsApp પણ નહીં. તમારા સંદેશાઅો અેક તાળા વડે સુરક્ષિત હોય છે, અને કેવળ પ્રાપ્તકર્તા અને તમારા પાસે જ એ તાળાને ખોલીને સંદેશ વાંચવાની ખાસ ચાવી હોય છે. વધારે સુરક્ષા માટે, દરેક સંદેશ જે તમે મોકલો એક અદ્વિતીય તાળો અને ચાવી ધરાવે છે. આ બધૂં આપમેળે જ થાય છે: તમારા સંદેશાઓને સુરક્ષિત રાખવા કોઈ સેટિંગ્સ ચાલુ કરવાની કે ખાસ ખાનગી વાતો ઘડવાની કોઈ જરૂર નથી.

મહત્વપૂર્ણ: શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ સદાય સક્રિય રહે છે, એ શરતે કે બધા લોકો WhatsAppનું નવીનતમ સંસ્કરણ વાપરતા હોય. શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણને કોઈ પણ રીતે બંદ ના કરી શકાય.

સંપર્ક માહિતી સ્ક્રીન ઉપર "સુરક્ષા કોડનું પ્રમાણીકરણ કરો" સ્ક્રીન શું છે?

કોઈ પણ વાતમાં તમારા મોકલેલા કૉલ્સ બન્ને બાજૂથી ગુપ્ત થયેલ હોવાની ખાતરી કરવા માટે તમારી દરેક વાતનો એક પોતાનો સુરક્ષા કોડ હોય છે.

નોંધ: પ્રમાણીકરણ ક્રિયા વૈકલ્પિક હોય છે અને તે માત્ર તમારા મોકલેલા સંદેશાઓના બન્ને બાજૂથી ગુપ્ત થયેલ હોવાની ખાતરી કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ કોડ સંપર્ક માહિતી સ્ક્રીન પર, એક QR કોડ અને એક ૬૦-આંકડા વાળા નંબર, બન્ને સ્વરૂપે મળી આવશે. દરેક વાત માટે આ કોડ્સ અનન્ય હોય છે અને તે વાતમાં તમારા મોકલેલા સંદેશાઓના બન્ને બાજૂથી ગુપ્ત થયેલ હોવાની ખાતરી કરવા માટે દરેક વાતમાં વ્યક્તિઓ વચ્ચે તેમની સરખામણી કરી શકાય છે. સુરક્ષા કોડ્સ તો બસ તમારી વચ્ચે વહેંચાતી પેલી ખાસ ચાવીનાં દેખીતાં રૂપ જ હોય છે - અને ચિંતા ના કરશો, તે પેલી અસલી ચાવી તો નથી જ, તેને તો સદા છુપાવીને રાખવામાં આવે છે.

વાતની બન્ને બાજૂથી ગુપ્ત થયેલ હોવાની ખાતરી કરવા માટે

  1. વાતને ખોલો.
  2. સંપર્ક માહિતી સ્ક્રીન ખોલવા માટે સંપર્કના નામ ઉપર ટેપ કરો.
  3. QR કોડ અને એક ૬૦-આંકડા વાળો નંબર જોવા માટે, ગુપ્તીકરણ ઉપર ટેપ કરો.

જો તમે અને તમારો સંપર્ક ભૌતિક રૂપે આસપાસ હોવ, તો તમે બન્નેમાંથી કોઈ એક બીજાનો QR કોડ સ્કેન કરી શકે છે, અથવા ૬૦-આંકડા વાળો નંબર જોઈને તમે તેની સરખામણી કરી શકો છો. જો તમે QR કોડ સ્કેન કરો, અને ખરેખર તે કોડ્સ એક જ હોય, તો એક લીલું ચેકનું ચિહ્ન દેખાશે. હવે તે બન્ને મેળ ખાતા હોય, તો તમને એ વાતની ખાતરી થઈ જાય કે કોઈ પણ તમારા સંદેશાઓ કે કૉલ્સને વચ્ચેથી છંછેડતું નથી.

જો કોડ્સ મેળ ના ખાય, તો કદાચ તમે કોઈ બીજા સંપર્કનો કોડ અથવા જુદા ફોન નંબરને સ્કેન કરી રહ્યાં હશો. જો તમારા સંપર્કે હાલમાં WhatsApp પુનર્સ્થાપિત કર્યું હોય, કે ઉપકરણને બદલાવ્યું હોય, તો અમારી સલાહ છે કે તમે તેને નવો સંદેશ મોકલી કોડને તાજું કરો અને પછી કોડ સ્કેન કરો.

વારંવાર પૂછાતા પ્રશ્નોના આ લેખમાં સુરક્ષા કોડ્સ વિષે વધુ માહિતી મેળવો.

જો તમે અને તમારો સંપર્ક ભૌતિક રૂપે આસપાસ ના હોવ, તો તમે તેને ૬૦-આંકડા વાળો નંબર મોકલી શકો છો. તમારા સંપર્કને જણાવો કે તેને તમારો કોડ મળી રહે ત્યારે, તેને લખી લે અને પછી સંપર્ક માહિતી સ્ક્રીનમાં ગુપ્તીકરણ હેઠળ દેખાતા ૬૦-આંકડા વાળા નંબર સાથે બરાબર જોઈને સરખામણી કરી લે. Android, iPhone અને Windows Phone માટે, તમે QR કોડ/૬૦-આંકડા વાળો નંબર સ્ક્રીન પરથી શેર કરો બટનના ઉપયોગ વડે SMS, ઇમેઇલ, વિગેરે દ્વારા ૬૦-આંકડા વાળો નંબર મોકલી શકો છો.

WhatsApp શા માટે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણની રજૂઆત કરે છે, અને લોકોને સુરક્ષિત રાખવાનો શું અર્થ છે?

WhatsApp જે સેવા પ્રદાન કરે છે, તેના માટે સયરક્ષા તદ્દન જરૂરી છે. સઘળા સંદેશસંચાર અને કૉલિંગ માટે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણને લાગુ પાડવું અમે ૨૦૧૬માં પુરું કર્યું, જેનાથી કોઈને પણ, અમને પણ, તમારી વાતમાં રહેલી વસ્તુઓ સુધી પહોંચ હોતી નથી. ત્યારથી જ, ડીજીટે સુરક્ષા વધારે જરૂરી થઈ ગઈ છે. અમે ઘણા એવા દાખલાઓ જોયા, કે જેમાં અપરાધી હેકરોએ ગેરકાયદેસર રીતે ખાનગી ડેટાને પડાવીને અને ટેકનોલોજીનો દુરુપ્યોગ કરીને તે ચોરાયેલ માહિતી વડે લોકોને હેરાન કર્યા હોય. તો અમે જેમ જેમ નવી વિશેષતાઓની – જેમ કે વિડીઓ કૉલિંગ અનલ સ્થિતિ – ઉમેરણી કરી, તેમ તેમ અમે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ પણ તેમની સાથે જોડતા ગયાં.

તમારા સંદેશાઓમાંની વસ્તુઓ જોવાની કે WhatsApp પરના તમારા કૉલ્સને સાંભળવાની WhatsApp પાસે કોઈ ક્ષમતા નથી. આવું, WhatsApp પર મોકલાતા સંદેશાઓનું ગુપ્તીકરણ અને ગુપ્તીકરણવિચ્છેદન, સંપૂર્ણ રીતે તમારા ઉપકરણ ઉપર જ થવાને કારણે થાય છે. તમારા સંદેશના તમારા ઉપકરણને છોડતા પહેલા જ, તેને એક સંકેતલિપિના લખાણ વાળા તાળા વડે સુરક્ષિત કરવામાં આવે છે, અને માત્ર તમારા પ્રાપ્તકર્તા પાસે જ તેની ચાવી હોય છે. વધારમાં, દરેક મોકાલાતા સંદેશ સાથે તે ચાવી બદલાતી રહે છે. આ બધું જ્યારે પર્દા પાછળ થતું રહે છે, ત્યારે તમે તમારા ઉપકરણ ઉપર સુરક્ષા પ્રમાણીકરણ કોડને ચેક કરીને તમારી વાતોના સુરક્ષિત હોવાની ખાતરી કરી શકો છો. આ કાર્યપ્રણાલી વિષે વધુ માહિતી, તમે અમારા વ્હાઈટ પેપરમાં ખોળી શકો છો.

સ્વાભાવિક રીતે, કાનૂન અમલીકરણના કાર્યો માટે લોકોએ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ વિષે સવાર કર્યા છે. વિશ્વભરમાં લોકોને સુરક્ષિત રાખવા કાનૂન અમલીકરણ એજન્સીઓ જે કાર્ય કરી રહી છે, તેની WhatsApp કદર કરે છે. અમે લાગુ પડી શકે એવા કાનુન અને વ્યવહારનીતિ પર નિર્ધારિત કાનૂન અમલીકરણની અરજીઓને ધ્યાન પૂર્વક ચકાસીયે, પ્રમાણિત કરીયે, અને તેનો પ્રત્યુત્તર આપીયે છીયે. અને અમે હંગામી અરજીઓને પ્રાથ્મિક્તા આપીયે છીયે. અમારી શિક્ષણ યોજનાના ભાગ રૂપે, અમે જે મર્યાદિત માહિતી જમા કરીયે છીયે તેના વિષે કાનૂની અમલદારો માટે, અને તેઓ WhatsApp પાસે કેવી રીતે અરજીઓ કરી શકે તેની જાણકારી પ્રસિદ્ધ કરી છે, જેને તમે અહીં વાંચી શકો છો.

વધુ માહિતી માટે, કૃપયા WhatsApp સુરક્ષા વાંચો.