અમે તમને કેવી રીતે મદદ કરી શકીયે?

તમે જે ખોળી રહ્યા છો તેને ગોતવા માટે તમે નીચે આપેલા વિષયો પણ જોઈ શકો છો.

વંચાયાના ચિહ્ન ચેક કરવાં

તમારા મોકલેલ દરેક સંદેશ પાસે ચેક માર્ક દેખાશે. દરેકનો અર્થ કંઈક અામ છે:

  • સંદેશ સરળતાથી મોકલાઈ ગયું.
  • સંદેશ પ્રાપ્તકર્તાના ફોન પર સરળતાથી પહોંચી ગયું.
  • પ્રાપ્તકર્તાએ તમારો સંદેશ વાંચી લીધું.

કોઈ સમૂહ વાતમાં, બીજો ચેક માર્ક ત્યારે જ દેખાશે જ્યારે બધા સહભાગીઓ તમારો સંદેશ પ્રાપ્ત કરી લેશે. બે ભૂરા ચેક માર્કો ત્યારે જ દેખાશે જ્યારે બધા સહભાગીઓ તમારો સંદેશ વાંચી લેશે.

સંદેશ માહિતિ સ્ક્રીન તમને બતાવે છે કે કોણે અને ક્યારે તમારા સંદેશને જોયો છે. સંદેશ માહિતિ સ્ક્રીન વિષે વધારે અહીં જાણો: Android | iPhone | Windows Phone | Nokia S40 | BlackBerry | BlackBerry 10

જો તમને તમારા સંદેશ પાસે ખાલી એક જ ચેક માર્ક દેખાય, તો તમારા WhatsApp કે તમારા ફોન સાથે કશી ખરાબી ના પણ હોય. તમારા સંદેશના મોકલાવા છતાં તમારા વાતોના ભાગીદાર સુધી ના પહોંચવાના બીજા ઘણા કારણો હોઈ શકે છે:

  • તેમનો ફોન કદાચ બંધ હોય.
  • તેમને નેટવર્ક કનેક્શન સમસ્યાઓનો અનુભવ થઈ રહ્યો હોય.
  • તેમણે તેમની સ્ક્રીન ઉપર સૂચના જોઈ લીધી હોય, પરંતુ અૅપને ખોલીને ના જોયું હોય (ખાસ કરીને iPhone વાળા પ્રાપ્તકર્તાઓ સાથે).
  • તેમણે કદાચ તમને પ્રતિબંધિત કરી રાખ્યા હોય. વધુ માહિતી માટે આ લેખ વાંચો.