ચેટ આર્કાઇવ કરવાની સુવિધા તમે તમારી ચેટની સ્ક્રીનમાંથી વાતચીતને આર્કાઇવ કરવાની અને જરૂર પડે ત્યારે એને ફરી જોવાની સગવડ આપે છે. તમે તમારી વાતચીતને સારી રીતે ગોઠવવા ગ્રૂપ અને વ્યકતિગત ચેટને આર્કાઇવ કરી શકો છો.
નોંધ: ચેટ આર્કાઇવ કરવાથી ચેટ રદ થતી નથી કે તમારા SD કાર્ડમાં બેકઅપ તરીકે લેવાતી નથી.
તમારી ચેટ હવે આર્કાઇવ થઈ ગઈ છે અને તમારી ચેટ સ્ક્રીન પર દેખાશે નહિ.
જ્યારે તમને એ વાતચીતમાં કોઈ નવો મેસેજ મળશે, ત્યારે આર્કાઇવ કરેલી ચેટ પણ દેખાશે.
આર્કાઇવ ચેટ કેવી રીતે વાપરવી એના વિશે આના ઉપર વધુ શીખો: iPhone | Windows Phone | WhatsApp Web